વેંચાણ બાબતે વિટારા બ્રેઝાએ ફરી એક વખત ફોર્ડ ઇકોસ્પોર્ટને પછાડી

મારુતિ સુઝુકીની પહેલી નાની એસયૂવી વિટારા બ્રેઝાએ વેંચાણ બાબતે ફરી એક વખત ફોર્ડ ઇકોસ્પોર્ટને પછાડી દીધી છે. એપ્રિલ મહિનામાં મારુતિ વિટારા બ્રેઝાની 7832 યૂનિટની ડિલીવરી થઇ. ત્યારે ઇકોસ્પોર્ટની બાબતે આ આંકડો 3789 યૂનિટનો હતો. લોન્ચની સાથે જ બ્રેઝા આ બાબતમાં સતત બીજા મહિને પણ ઇકોસ્પોર્ટથી આગળ બનેલી છે.

માર્ચમાં બ્રેઝાના લોન્ચ થયા પછી ફોર્ડે ઇકોસ્પોર્ટના ભાવમાં ધરખમ ઘટાડો કર્યો હતો. પરંતુ તેમ છતાં ઇકોસ્પોર્ટ પછડાઇ ગઇ. ત્યારે આ દરમિયાન મહિન્દ્રા ટીયૂવી 300 ના 1,938 યૂનિટ વેચવામાં સફળ રહ્યું.

ચાર મીટરથી નાની એસયૂવીના સેગમેન્ટમાં વિટારા બ્રેઝા મારુતિની પહેલી પ્રોડક્ટ છે. આને મારુતિ સુઝુકિએ એક્ઝીક્યૂટિવ ડિરેક્ટર સીવી રમનના માર્ગદર્શનમાં ભારતમાં જ તૈયાર કરવામાં આવી છે. વિટારા બ્રેઝાનું 98 ટકા નિર્માણ સ્થાનીય સ્તર પર થયું છે. બ્રેઝામાં 1.3 લીટરનું ડીડીઆઇએસ 200 ડિઝલ એન્જીન આપવામાં આવ્યું છે. આ એન્જીન 88 બીએચપીની તાકાત અને 200 એનએમની ટાર્ક આપે છે. આના માઇલેજનો દાવો 24.3 કિલોમીટર પ્રતિ લીટરનો છે.

You might also like