મારૂતિ સુઝીકીએ સ્માર્ટપ્લે ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ કરી અપગ્રેડ, Free માં કસ્ટમર્સને મળશે લાભ

ભારતની અગ્રણી વ્હીકલ કંપની મારૂતિ સુઝુકીએ પોતાના સ્માર્ટપ્લે ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમી સંપૂર્ણ સિરિઝને બદલી નાંખી છે. હવે મારૂતિ કસ્ટમર્સ પોતાની દરેક મારૂતિ કારમાં સ્માર્ટપ્લે ઇન્ફોટેનમેન્ટ સિસ્ટ લગાવી શકશે.

કંપની હવે સ્માર્ટપ્લે ઇન્ફોટેનમેન્ટ ટચસ્ક્રીન સિસ્ટવાળા તેના મોડલ હવે એન્ડ્રાયડ ઓટો ટેકનિકને સમર્થન કરશે. મારૂતિએ સીયાઝમાં ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમની શરૂઆત કરી ત્યારબાદ તેને એસ-ક્રોસ, બોલેનો, અર્ટિગા અને વિટારા બ્રેઝા જેવા મોડલમાં પણ શરૂઆત કરી છે.

પરંતુ મૂળ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમમાં માત્ર એપ્પલ કાર્પ્લે અને મિરર લિંકની રજૂઆત કરવામાં આવી હતી. 2017માં મારૂતિ સુઝુકીએ ઇગ્નિસ પર એન્ડ્રોઇડ ઓટો ફિચરની શરૂઆત કરી. આ અપડેટ પહેલા ઇગ્નિસ અને નવી ડિઝાયર માત્ર એન્ડ્રોઇડ ઓટો રજૂ કરનાર મોડલ હતા.

પરંતુ આ અપડેટ સાથે મૂળ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમવાળી દરેક કારમાં એન્ડ્રોઇડ ઓટો સાથે અપડેટ કરી શકાશે. મારૂતિ સુઝિકી દ્વારા જણાવવામાં આવ્યું છે કે 31 માર્ચ 2018 સુધી દરેક મારૂતિ સર્વિસ સ્ટેશનો પર મફતમાં કરવામાં આવશે.

છેલ્લે મારૂતિ સુઝુકીએ એન્ડ્રોઇડ ઓટોની સાથે પોતાના સ્માર્ટપ્લે ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમને અપડેટ કરી દીધું છે, કારણ કે સૌથી વધારે મારૂતિ કસ્ટમર્સ એન્ડ્રોઇડ સ્માર્ટફોનના માલિક છે. નાના પણ મહત્વપૂર્ણ અપડેટ, વધારે કસ્ટમર્સ માટે મહત્વપૂર્ણ અને સુવિધાજનક સાબિત થશે, કારણ કે એન્ડ્રોઇડ સ્માર્ટફોનને ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે કનેક્ટ કરવા સક્ષમ હોય છે.

You might also like