2018માં કાર થશે મોંઘી, મારુતિ સુઝુકી-સ્કોડા કરશે ભાવવધારો, અલ્ટો-સ્વિફ્ટ થશે મોંઘી

આગામી વર્ષે 2018માં કારની કિંમતમાં વધારો થવા જઈ રહ્યો છે. ટાટા, ઈસુઝુ, હોન્ડા અને ટોયોટા જેવી ફોર વ્હીલર કંપનીઓએ પોતાની કારના ભાવ વધારવાની ઘોષણા કરી છે. દેશની નંબર વન કંપની મારુતિ સુઝુકી પોતાની કારની કિંમતોમાં વધારો કરવા જઈ રહ્યું છે.

મારુતિ સુઝુકી કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, નવા વર્ષમાં કંપની પોતાની મોટાભાગની નવી કારોની કિંમતમાં 2 ટકાનો વધારો કરી શકે છે. કાર બનાવવાનો ખર્ચ મોંઘો પડી રહ્યો છે, જેના કારણે કારની કિંમતમાં વધારો કરવામાં આવી રહ્યો છે.

કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે, કાર તૈયાર કરવામાં જે કૉમોડિટીઝનો ઉપયોગ થાય છે, તેની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે કંપની તેની કારની કિંમતોમાં વધારો કરી રહી છે. કારની કિંમતોમાં 2 ટકાનો વધારો જાન્યુઆરી, 2018થી લાગુ થઈ શકે છે.

જાણકારી પ્રમાણે, ભારતમાં મારુતિ સુઝુકીની અલ્ટો 800,  SUV મોડેલ S-cross,  સ્વિફ્ટ Dzire,  Swift, Baleno, વેગન R  અને  Vitara Brezza Ertiga
કાર ખૂબ લોકપ્રિય છે. આ બધી કાર સાથે મારુતિ સુઝુકી નંબર વન કંપની પણ છે. જો કંપની ભાવ વધારશે તો આ બધી જ કાર મોંઘી થઈ જશે.

મારુતિ ઉપરાંત સ્કોડા કંપનીએ પણ ભારતમાં પોતાની કારની કિંમતમાં વધારો કરવાની ઘોષણા કરી દીધી છે. સ્કોડા કંપનીએ પણ 2 થી 3 ટકાનો ભાવવધારો કરવાની જાહેરાત કરી છે. કારની વધેલી કિંમતો જાન્યુઆરી, 2018થી લાગુ થશે.

You might also like