મારુતિની આ નવી કારમાં હશે માત્ર 2 દરવાજા, આવો હશે લુક

નવી દિલ્લી: ભારતીય ઓટોમોબાઈલ ક્ષેત્રમાં મારુતિ સુઝુકી એક એવી બ્રાન્ડ છે જેનું નામ હર કોઈના મોંઢા પર હોય છે. જ્યારે પણ કોઈ કાર ખરીદવાની વાત કરે તો જરૂર મારુતિ બ્રાન્ડની કારની ચર્ચા કરશે જ. મારુતિ સુઝુકીએ બદલાતા સમયની સાથે અને પોતાના ગ્રાહકોની ડિમાન્ડ સાથે પોતાની લેટેસ્ટ પરિવર્તન સાથેની કાર રજૂ કરી છે.
phpThumb_generated_thumbnail (2)
અલગ અલગ સેગ્મેન્ટની કારોમાં મારુતિ સુઝુકી લેટેસ્ટ અને આકર્ષક પરિવર્તન કરતી રહે છે. ગયા મહિને મારુતિ પોતાની શાનદાર હેચબેક કાર ઇન્ગિસને લોન્ચ કરી ચૂકી છે. કંપનીએ પ્રથમ વાર આ કારની માત્ર 11000માં ઓનલાઇન બુકિંગની શરૂઆત કરી હતી. જેને લોકોએ ઘણી પસંદ કરી હતી. હવે મારુતિ પોતાની સૌથી લોકપ્રિય હેચબેક સ્વિફ્ટને બીજા એક મોડલમાં રજૂ કરવા જઈ રહી છે. આમ તો મારુતિની તમામ કારોમાં ચાર દરવાજા હોય છે પરંતુ આ કંપનીની પ્રથમ એવી કાર હશે જેમાં માત્ર બે જ દરવાજા હશે.
New-Suzuki-Swift-Sport-Front
માત્ર બે દરવાજાવાળી આ સ્વિફ્ટને મારુતિએ સ્પોર્ટી લુક આપવાની કોશિશ કરી છે. એમાં 1.6 લીટર 4 સિલિન્ડર વીવીટી પેટ્રોલવાળું એન્જિન છે જે 134બીએચપી પાવર સાથે સાથે 160 એનએમ ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. એમાં 1586સીસી એન્જિન સાથે કારમાં 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. સુરક્ષાની બાબતમાં પણ કારમાં ઘણા સેફ્ટી ફિચર્સ આપવામાં આવ્યા છે.

You might also like