મારૂતિએ પોતાની આગામી કાર ‘Vitara Brezza’નો સ્કેચ જાહેર કર્યો

નવી દિલ્હી: દેશની અગ્રણી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકીએ પોતાની આગામી સબ કોમ્પેક્ટ એસયૂવી કારનો સ્કેચ જાહેર કરી દીધો છે. મારૂતિએ પોતાની આગામી કાર વિટારા બ્રિઝાનો સ્કેચ ગુરૂવારે જાહેર કર્યો છે.

મળતી માહિતી મુજબ આ કારોને કંપની આગામી દિલ્હી ઓટો એક્સપો 2016માં શોકેસ કરશે. ચર્ચા છે કે આ કારને ઓટો એક્સપો બાદ ટૂંક સમયમાં જ લોન્ચ કરવામાં આવશે.

કંપનીએ કારનો જે સ્કેચ જાહેર કર્યો છે તેનાથી અનુમાન લગાવી શકાય કે મારૂતિ પોતાની આ કારનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ વધુ હશે અને તેમાં સ્ક્વેર વ્હીલ આર્ચ પણ હશે.

આ સ્કેચમાં કારના હેડલેંપ, ટેલલેંપ અને સાઇડ પ્રોફાઇલ જોવા મળી રહ્યાં છે. જો કે અત્યારે આ ગાડીના ફીચર્સ અને એન્જીન વિશે ખુલાસો કરવામાં આવ્યો નથી. અનુમાન લગાવવામાં આવી રહ્યું ચેહ કે મારૂતિ આ કારની કીંમત 8 થી 11 લાખ રૂપિયાની વચ્ચે રાખવામાં આવી શકે છે.

You might also like