મારુતિ સુઝુકી 2020માં લોન્ચ કરશે પહેલી ઈલેક્ટ્રિક કાર વેગનઆર…

દેશની સૌથી મોટી કારમેકર મારુતિ સુઝુકી 2020માં પોતાની પહેલી ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરી શકે છે, મીડિયા રિપોર્ટ પ્રમાણે, કંપનીની પહેલી ઈલેક્ટ્રોનિક કાર વેગનઆર પર બેસ્ડ હોઈ શકે છે. તેને મારુતિ ટોયોટાની સાથે પાર્ટનરશીપના અંતર્ગત તૈયાર કરશે. જણાવી દઈએ કે ભારત સરકાર પણ ઈલેક્ટ્રિક કારો પર ઘણો ભાર આપી રહી છે.

ઈલેક્ટ્રિક કાર્સના ભવિષ્યને જોતા મારુતિએ એ નિર્ણય લીધો છે કે તે પોતાની પહેલી ઈલેક્ટ્રિક કાર્સને ભારતમાં આવનારા બે વર્ષમાં લોન્ચ કરશે. અત્યારે મારુતિ ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજી મોડલ્સ વેચે છે. નવી ઈલેક્ટ્રિક વેગનઆરને સુઝુકીના ગુજરાત સ્થિત પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવશે. જો કે, અત્યારે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને લઈ કોઈ કન્ફરમેશન મળ્યુ નથી. એવામાં તેને મારુતિ માનેસર કાં તો ગુરુગ્રામ પ્લાન્ટમાં પણ બનાવી શકે છે.

ભારતમાં અત્યારે વેગનઆરને ગુરુગ્રામ ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવે છે. 1999માં પહેલી વખત લોન્ચ થયેલી આ કારનો જાદુ હજી સુધી ભારતીયો પર બરકરાર છે. મારુતિએ તેના 20 લાખથી વધારે યૂનિટ્સ વેચ્યા છે. આ મેન્યુઅલ અને ઓટોગેર શિફ્ટ, બંન્ને વર્ઝનમાં અવેલેબલ છે.

You might also like