મારુતિએ નવા લુકમાં વેગન-આરને લોન્ચ કરી માર્કેટમાં, જાણો કિંમત

મારુતિ સુઝુકીની વેગન-આરનું એક નવા વેરિયન્ટ વીક્સઆઈ-પ્લસ લોન્ચ કર્યું છે, તેની સ્ટાર્ટિંગ પ્રાઇસ 4.69 લાખ રુપિયા છે. આ વેગનઆરનું ટોપ વર્જન છે. એમાં મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશનનો પણ વિકલ્પ છે.

વેગન-આર વીએક્સઆઈ-પ્લસના ગ્રાહકોની માંગને કારણે તૈયાર કરવામાં આવી છે. આ પહેલાથી વધુ સ્ટાઇલિશ, કંફર્ટેબલ અને એડવાન્સ સેફ્ટી ફીચર સાથે આવે છે. જાણો આ નવા મોડલમાં કઈ બાબતો ખાસ છે.

એક્સટીરિયર
આગળ અને પાછળની બાજુમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. આગળની તરફ ડ્યુઅલ અને હેડલેમ્પ સાથે પ્રોજેક્ટર હેડલેમ્પ, ગ્રિલ અને બમ્પરમાં ફેરફારો કરવામાં આવ્યા છે, જ્યારે કે પાછળની બાજુએ નવા ક્લીયર લેન્સ ટેલલેમ્પ્સ નાંખવામાં આવ્યા છે. આ ફિચર વેગન-આર પર આધારિત સ્ટિંગ-રેથી લેવામાં આવ્યું છે.

એમાં પણ 14 ઇંચના ગનમેટલ અલોય વ્હીલ પણ આપવામાં આવ્યા છે, આ સ્ટિંગ-રે જેવા જ છે. એમાં નવા કલર તરીકે મિડનાઇટ બ્લૂને પણ સમાવવામાં આવ્યો છે.

કેબિન
વેગન-આર વીએક્સઆઈ-પ્લસના કેબિન ડ્યુઅલ-ટોન લેઆઉટમાં છે, પરંતુ એમાં સ્ટિંગ રેની જેમજ પિયાનો બ્લેક ફિનિશિંગ પણ આપવામાં આવ્યું છે. સેફ્ટી માટે કારમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ, એબીએસ સાથે ઇબીડીનો વિકલ્પ પણ જોડવામાં આવ્યો છે. એન્જિનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એમાં પહેલા કરતાં 1.0 લીટરના 3 સિલિન્ડર પ્રેટ્રોલ એન્જિન આવે છે, જે 68 પીએસનો પાવર અને 90 એનએમનો ટોર્ક પેદા કરે છે. એમાં 5-સ્પીડ મેન્યુઅલ અને 5 સ્પીડ એએમટી ગિયરબોક્સનો પણ વિકલ્પ છે.

વેરિયન્ટ અને કિંમત

વેરિયન્ટ
વેગન-આર વીએક્સઆઈ+                    મેન્યુઅલ      4,69,840 રૂપિયા
વેગન-આર                                             મેન્યુઅલ      4,89,072 રૂપિયા
વેગન-આર વીએક્સઆઈ+ AGS           ઓટોમેટિક 5,17,253 રૂપિયા
વેગન-આર વીએક્સઆઈ+ AGS(O)     ઓટોમેટિક 5,36,486 રૂપિયાmaruti1485757791_big

You might also like