ગુજરાતના પ્લાન્ટમાં સુઝુકીનું 6000 કરોડનું રોકાણ

અમદાવાદઃ મારુતિની પેરેન્ટ કંપની સુઝુકી ગુજરાતની ફેક્ટરીમાં 6000 કરોડ રુપિયાનું રોકાણ કરશે. આનાથી પ્રોડક્શન કેપેસિટી બમણી થઈ જશે. આ ફંડિંગ 2 વર્ષ સુધીમાં થઈ જશે. આ રોકાણથી વાર્ષિક 5 લાખ યૂનિટ સુધીની કેપેસિટી વધશે. કંપનીના આ પગલાથી મારુતિ અને સુઝુકીનું વાર્ષિક ઉત્પાદન 20 લાખ યુનિટથી પણ વધારે થઈ જશે. હરિયાણામાં મારુતિની બે ફેક્ટરીમાં 15.5 લાખ યુનિટ અને ગુજરાતમાં સુઝુકીના પ્લાન્ટમાં 5 લાખ યુનિટ્સ છે.

મારુતિ સુઝુકીના MD અને CEO કેનિચી અયુકાવા કહે છે કે, કંપનીને આશા છે કે 2017-18માં નવા મોડલ્સની ડિમાન્ડ અને ઈન્ડિયન ઈકોનોમીના વધતા વ્યાપને ધ્યાનમાં રાખીને ડબલ-ડિજીટમાં ગ્રોથ થશે. બ્રેઝા મીની SUV અને બલેનો હેચબેક કંપનીને લીડ કરશે.

કંપનીએ ગત્ નાણાંકીય વર્ષમાં 15.68 લાખ વાહનો વેચ્યા હતા અને કંપનીએ 10 ટકા ગ્રોથ કર્યો હતો. એન્જીન પ્લાન્ટમાં હજી 3000 કરોડના રોકાણની જરુર છે. મારુતિ સુઝુકીના ચેરમેન આર.સી.ભાર્ગવ કહે છે કે, અહીં પ્રોડ્યુસ થનારા મોટાભાગના એન્જિન પેટ્રોલ પર ચાલનારા હશે.

http://sambhaavnews.com/

You might also like