મારૂતિ સુઝીકીએ કર્યો 15 થી 20 હજારનો ભાવવધારો

નવી દિલ્હી: દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકીએ પોતાના બધા મોડલના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ વધારો તાત્કાલિક પ્રભાવથી લાગૂ કરવામાં આવ્યો છે. કંપનીએ બધા કાર મોડલોની કિંમતોમાં 15 થી 20 હજાર રૂપિયા સુધીનો વધારો કર્યો છે.

કંપનીની જાણિતી સબ-કોમ્પૈક્ટ એસયૂવી મારૂતિ સુઝુલી વિટારા બ્રેઝાના ભાવમાં 20,000 રૂપિયાનો વધારો કર્યો છે. તો બીજી તરફ કંપની પ્રીમિયમ હૈચબૈક મારૂતિ સુઝુલી બલેનોના ભાવમાં 10,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

મારૂતિ સુઝુકીએ બીજીવાર ભાવ વધારાની જાહેરાત કરવામાં આવી છે. ગત વખતે કંપનીએ જાણ્યુઆરીમાં ભાવમાં ફેરફાર કર્યા હતા. જાન્યુઆરીમાં કંપનીએ વધતી જતી પડતર કિંમતનું કારણ ગણાવ્યું હતું.

ગત 12 મહિનામાં આ ચોથીવાર છે જ્યારે કંપનીએ ભાવમાં ફેરફાર કર્યા છે. જાન્યુઆરીમાં જ હ્યુંડઇએ પણ પોતાની કારોની કિંમતમાં વધારાની જાહેરાત કરી હતી. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મારૂતિ સુઝુકીની માફક જ અન્ય કાર કંપનીઓ પણ ટૂંક સમયમાં ભાવ વધારાની જાહેરાત કરી શકે છે.

You might also like