મારુતિ સુઝુકી ERTIGAનું લિમિટેડ એડિશન મોડલ લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

મારુતિ સુઝુકીએ એર્ટિગાનું નવું મોડલ લોન્ચ કર્યું છે. મિડ વી ટ્રિમ પર બેઝ્ડ આ એક લિમિટેડ એડિશન મોડલ છે. આ મોડલ પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન ઓપ્શનમાં ઉપલબ્ધ છે. જોકે જૂના મોડલની સરખામણીએ તેમાં કેટલાક કોસ્મેટિક અપડેટ્સ આપેલા છે. નવી દિલ્હીમાં તેના પેટ્રોલ વર્ઝનની એક્સ-શોરૂમ કિંમત 7.80 લાખ રૂપિયા અને ડીઝલ વર્ઝનની કિંમત 9.71 લાખ રૂપિયા છે. કિંમતની રીતે જોઈએ તો લિમિટેડ એડિશન વી ટ્રિમ મોડલ સ્ટાન્ડર્ડ મોડલના મુકાબલે 13,000થી 14,000 હજાર રૂપિયા સુધી મોંઘી છે.

એર્ટિગાના આ લિમિટેડ એડિશન મૉડલની 3 નવા કલર્સમાં ઉપલબ્ધ હશે ઉપલબ્ધ હશે આ રંગ એક્વિઝિટ મરૂન, સિલ્કી ગ્રે અને સુપિરિયર વ્હાઈટ છે. ફોગ લેમ્પ પર ક્રોમ ફિનિશ પણ મળશે. સાઈડ મોલ્ડિંગ, એલોય વ્હીલ્સ, રિયર સ્પોઈલર પર ક્રોમ સાથે જ તેમાં લિમિટેડ એડિશનના બૈજેજ પણ જોવા મળશે.

એર્ટિગાના ઇન્ટિરિયરની જો વાત કરવામાં આવે તો લિમિટેડ એડિશનમાં નવા ડાર્ક રેડ સીટ કલર્સ છે, જે વ્હાઇટ બોર્ડ્સની સાથે આવે છે. આ સાથે જ જેમાં ફૉક્સ વુડ સેન્ર કંસોલ પણ મળશે. તેમાં ડ્યૂઅલ ટોન સ્ટીયરિંગ કવર, ફ્રન્ટ સેન્ટર આમરિસ્ટ અને કેબિનમાં એંબિયન્ટ લાઇટિંગ જોવા મળશે.

એર્ટિગાના નવા લિમિટેડ એડિશન મોડલમાં 1.4 લીટર પેટ્રોલ એન્જિન છે જે 92 હોર્સપાવરની તાકાત જનરેટ કરે છે. તો તેનું 1.3 ડીઝલ એન્જિન 90 હોર્સપાવરનો પાવર જનરેટ કરે છે. એન્જિન 5 મેન્યુઅલ ટ્રાન્સમિશનથી લેસ છે. પેટ્રોલ વર્ઝનમાં 4 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સનું ઓપ્શન આપેલું છે.

મારુતિ સેકન્ડ જનરેશન એર્ટિગાને લોન્ચ કરવાની તૈયારીમાં છે. હાલમાં જે તેનું ઈન્ડોનેશિયામાં ડેબ્યૂ કરવામાં આવી છે. તેને દિવાળી આસપાસ ભારતમાં લોન્ચ કરવામાં આવી શકે છે. આ નવી એમવીપી હાલના મોડલના મુકાબલે મોટી હશે. તેમાં લોન્ચિંગ પર નવું 1.5 લીટર, 4 સિલિન્ડર એન્જિન આપી શકાય છે. આ એન્જિન 104 હોર્સપાવરની તાકાત જનરેટ કરવામાં સક્ષમ છે.

You might also like