મારુતિ સહિત કેટલીક કંપનીના શેર નવી ઊંચાઈએ

અમદાવાદ: સેન્સેક્સે ૩૨ હજારની સપાટી વટાવી છે. બજારમાં ફરી એક વખત તેજીની ચાલ જોવા મળી છે ત્યારે કેટલીક કંપનીના શેર નવી ઊંચાઈએ જોવા મળ્યા છે. મારુતિ કંપનીનો શેર આજે શરૂઆતે ૮૨૦૦ની નવી ઊંચાઇએ જોવાયો હતો. એ જ પ્રમાણે એચડીએફસી બેન્ક ૧૮૪૦ની ઊંચાઈએ પહોંચી ગયો હતો. બજાજ ફિન સર્વ કંપનીના શેરમાં પણ તેજી જોવાઇ હતી. આ કંપનીનો શેર આજે નવી રૂ. ૫૭૯૯ની સપાટીએ જોવાયો હતો. ટાટા કોફી, ટાટા ગ્લોબલ કંપનીના શેરમાં પણ સુધારાની ચાલ જોવાઇ ઓલ ટાઇમ હાઇ નોંધાયા હતા. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે શેરબજારમાં જોવા મળેલી સુધારાની ચાલના પગલે કેટલીક લાર્જકેપ કંપની સહિત મિડકેપ કંપનીના શેરમાં પણ તેજીની ચાલ જોવાઇ હતી.

આજે આ શેર નવી ઊંચાઈએ જોવાયા
એપેક્સ રૂ. ૨૮૧.૦૦
એશિયન પેઈન્ટ્સ રૂ. ૧૨૪૮.૦૦
બજાજ ફિન સર્વ રૂ. ૫૭૯૯.૦૦
કોચીન શિપયાર્ડ રૂ. ૫૮૦.૦૦
ગ્રાસિમ રૂ. ૧૨૪૬.૯૦
ડીસીએમ શ્રીરામ રૂ. ૪૬૩.૦૦
એચડીએફસી બેન્ક રૂ. ૧૮૪૦.૦૦
મહારાષ્ટ્ર સ્કૂટર રૂ. ૩૪૪૧.૬૫
મારુતિ રૂ. ૮૨૦૦.૦૦
પેટ્રોનેટ રૂ. ૨૪૧.૦૦
સ્પાઈસ જેટ રૂ. ૧૪૫.૪૦
ટાટા કોફી રૂ. ૧૭૫.૦૦
ટાટા ગ્લોબલ રૂ. ૨૧૩.૦૦
ટીવીએસ મોટર રૂ. ૬૪૮.૦૦

You might also like