ટૂંક સમયમાં ડીઝલ મોડલમાં આવી રહી છે Maruti Alto

નવી દિલ્હી: ભારતમાં લોકપ્રિય મારૂતિ સુઝુકીની સૌથી લોકપ્રિય કારોમાંથી એક અલ્ટો 800 છે. હંમેશાથી બેસ્ટ સેલિંગ કાર રહેનાર અલ્ટો 800 અત્યાર સુધી પેટ્રોલ મોડલમાં ઉપલબ્ધ હતી. પરંતુ હવે કંપની આ કારનું ડીઝલ મોડલ પણ માર્કેટમાં ઉતારવાની છે. માનવામાં આવતું હતું કે મારૂતિ અલ્ટો 800 ડીઝલ મોડલને પહેલાં ડિસેમ્બર 2015માં લોંચ કરવાનું હતું પરંતુ આવું થયું નહી.

સમાચાર છે કે Maruti Alto Diesel ને હવે 2016ના મધ્ય સુધી ઉતારવામાં આવશે. એવું માનવામાં આવ્યું રહ્યું છે કે મારૂતિ અલ્ટો 800 ડીઝલ મોડલ ફેબ્રુઆરીમાં આયોજીત થનાર દિલ્હી ઓટો એક્સપોમાં પણ ડિસ્પલે કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે મારૂતિ સુઝુકી અલ્ટો ગત 2 દાયકાથી ભારતમાં ઉપલબ્ધ છે. આ કાર ઘણીવાર નવી ડિઝાઇન અને સુધારા સાથે આવી ચૂકી છે અને સેગમેંટમાં બેસ્ટ સેલિંગ રહી છે. હવે અલ્ટો ડીઝલ મોડલ નાની કારોથી અલ્ટો 800 ડીઝલ મોડલ વિશે કોઇ જાણકારી આપવામાં આવી નથી. પરંતુ 793 સીસીના ડીઝલ એંજીન સાથે આ વર્ષે જોવા મળી શકે છે.

માનવામાં આવી રહ્યું છે કે Maruti Alto 800 Diesel માં સેલેરિયોમાં લગાવવામાં આવેલું 47 બીએચપી અને 125 એમએમનો ટાર્ક પેદા કરનાર એન્જીન લગાવવામાં આવ્યું છે. આ ઉપરાંત અલ્ટોના K10 અને સેલેરિયોની માફલ અલ્ટો ડીઝલમાં પણ 4 સ્પીડવાળું ઓટોમેટિક ગિયર બોક્સ આપવામાં આવી શકે છે.

You might also like