શહિદ જવાનની પુત્રીઓ બોલી, 1 સામે 50 માથા લાવો

નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાન નિયંત્રણ રેખા પાસે મેઢર સેક્ટરમાં શહીદ થયેલા જવાનોના મૃતદેહ તેમના ઘરે પહોંચ્યા છે. શહીદ પરમજીત સિંહનો પાર્થિવ દેહ તેમના પંજાબ સ્થિત ઘરે પહોંચ્યી ગયો છે. ત્યારે પરમજીત સિંહની પત્નીએ કહ્યું કે હજી સુધી સરકારનો કઇ જ પ્રતિનિધિ તેમને મળવા માટે આવ્યો નથી. તો તેની પુત્રીએ કહ્યું છે કે તેને પિતાનું આખુ શબ જોઇએ છે. શહીદ પરમજીત સિંહના સૈનિક સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. તે સમયે આખુ ગામ ત્યાં હાજર હતું. શહિદ પ્રેમસાગરનું શબ પાલમ એરપોર્ટ પર પહોંચ્યુ. આ દરમ્યાન કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી કિરન રિજિજૂ પણ ત્યાં હાજર હતા. તેમણે ત્યાં પ્રેમ સાગરને શ્રદ્ધાંજલી આપી હતી.

તો શહિદ બીએસએફ જવાનના ભાઇ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અપીલ કરી છે કે જે રીતે પાકિસ્તાની સેના આપણા દેશના જવાનો સાથે અપકૃત્ય કરે છે તેવું જ તેમના જમવાનો સાથે પણ થવું જોઇએ. ઉત્તર પ્રદેશના દેવરિયા નિવાસી 50 વર્ષીય પ્રેમ સાગરે સોમવારે સવારે પત્ની સાથે ફોન પર વાત કરી હતી. જ્યારે મોડી રાત્રે તેમના શહિદ થવાના સમાચાર આવ્યા હતા. શહિદ પ્રેમ સાગર અને શહિદ પરમજીત સિંહ બંને હાલ પોતાનું ઘર બનાવી રહ્યાં હતા.પરમજીત સિંહે પોતાના ઘરનું કામ પૂર્ણ કરવા માટે બે મહિનાની રજા પણ માંગી હતી. પ્રેમ સાગરની પુત્રીઓએ પાકિસ્તાન સાથે બદલો લેવાની વાત કરી છે. તેમણે સીએમ યોગી સમક્ષ અરજી કરી છે અને તેમના પિતાની કુરબાની સામે પાકિસ્તાની સેનાના 50 માથા માંગ્યા છે.

http://sambhaavnews.com/

You might also like