ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માર્ટિન ક્રોનું નિધન

વેલિંગ્ટનઃ ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન માર્ટિન ક્રોનું લિંફોમા બીમારીને કારણે ૫૩ વર્ષની ઉંમરે નિધન થયું છે. માર્ટિન ક્રોને ૨૦૧૨માં જાણવા મળ્યું હતું કે તેને લિંફોમા બીમારી છે. જોકે કિમોથેરેપી બાદ તેની હાલતમાં સુધારો થવા માંડ્યો હતો, પરંતુ ૨૦૧૪માં ક્રોએ જણાવ્યું હતું કે તેને ફરીથી કેન્સર થયું છે.

માર્ટિન ક્રો પોતાની ૧૩ વર્ષની કરિયરમાં ન્યૂઝીલેન્ડ તરફથી ૭૭ ટેસ્ટ અને ૧૪૩ વન ડે મેચ રમ્યો હતો. તેણે ટેસ્ટ મેચમાં ૪૫.૩૬ની સરેરાશથી ૧૬ સદી સાથે ૫,૪૪૪ રન બનાવ્યા હતા. માર્ટિન ક્રો પોતાની પાછળ પત્ની અને બે દત્તક બાળકોને છોડી ગયો છે. માર્ટિનના પરિવારે તેના મૃત્યુના સમાચાર આપ્યા હતા.

You might also like