પરિણીતાએ બે માસૂમ સંતાનો સાથે કૂવામાં ઝંપલાવી સામૂહિક અાપઘાત કરતાં અરેરાટી

અમદાવાદ: સંતરામપુર તાલુકાના બારેલા ગામે રહેતી એક પરિણીતાએ પોતાનાં બે માસૂમ સંતાનો સાથે કુવામાં ઝંપલાવી સામૂહિક અાત્મહત્યા કરી લેતાં અા ઘટનાએ અરેરાટી ફેલાવી છે.  બારેલા ગામે રહેતી ઉર્મિલાબહેન ગિરીશભાઈ પગી નામની મહિલા અાંગણવાડી કેન્દ્રમાં તેડાગર તરીકે નોકરી કરતી હતી. ઉર્મિલાબહેન ગઈકાલે સવારે નોકરી પર ન અાવતાં અાંગણવાડીના એક કર્મચારીએ તેના પિતાને ફોન કરી અા અંગે જાણ કરી હતી. અાથી તેના પિયરપક્ષના લોકો બાજુના વનેરા ગામથી અાવી પહોંચ્યા હતા. દરમિયાનમાં બારેલા રોડ પર અાવેલા એક કૂવામાંથી ઉર્મિલાબહેન તથા તેના બે માસૂમ સંતાનોની લાશ મળી અાવતાં લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે દોડી અાવ્યાં હતાં.

બનાવની જાણ થતાં પોલીસે પણ તાત્કાલીક પહોંચી જઈ ત્રણેય લાશોને પીએમ માટે હોસ્પિટલ ખાતે મોકલી અાપી હતી. રહસ્યમય સંજોગોમાં બનેલી અા ઘટનાની પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી અને ઉર્મિલાબહેનના સાસરીના મકાનમાં તપાસ કરતાં સાસરીપક્ષના સભ્યો મકાન ખુલ્લું મૂકીને પલાયન થઈ ગયાં હતાં. અા મહિલાએ સંતાનો સાથે અાપઘાત શા માટે કર્યો તે અંગે જાતજાતની ચર્ચાઓ વહેતી થઈ છે પરંતુ ઘટના પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

http://sambhaavnews.com/

You might also like