પરિણીતાએ ફાંસો ખાધો આપઘાત બાલ્કનીમાંથી પટકાતા યુવાનનું મોત

અમદાવાદ: શહેરના કૃષ્ણનગર અને સાબરમતી વિસ્તારમાં અપમૃત્યુના બે બનાવ બન્યા છે જેમાં એક પરિણીતાએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી જ્યારે એક યુવાનનું બાલ્કનીમાંથી પટકાતા મોત થયું હતું.  આ અંગેની વિગત એવી છે કે કૃષ્ણનગર વિસ્તારમાં હીરાવાડી ખાતે આવેલ નવી ફોજદારની ચાલીમાં રહેતી અંજલિબહેન ભૂપેન્દ્રસિંહ ચૌહાણ નામની પરિણીતાએ સાંજના છ વાગ્યાના સુમારે પોતાના ઘરમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

પોલીસે લાશને પીએમ માટે મોકલી આપી તપાસ હાથ ધરી છે પરંતુ આપઘાત કરવા પાછળનું કારણ જાણવા મળ્યું નથી. આ ઉપરાંત સાબરમતીમાં ચૈનપુર ફાટક પાસે શાયોનાપિક સાઇટ પર એક મકાનમાં કનૈયાલાલ અનંતરાય શર્મા નામનો યુવાન કલરકામ કરી રહ્યો હતો ત્યારે અકસ્માતે પગ લપસતાં તે બાલ્કનીમાંથી નીચે પટકાતાં ંમાથાના ભાગે ગંભીર ઇજા થવાના કારણે તેનું મોત થયું હતું. પોલીસે આ બનાવ અંગે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
http://sambhaavnews.com/

You might also like