રાજકોટમાં પરિણીતા પર સામૂહિક દૂષ્કર્મ મામલે નાટકીય વળાંક, પતિના કહેવાથી દૂષ્કર્મની વાત કરી

રાજકોટમાં પરિણીતા પર સામૂહિક બળાત્કાર મામલે નાટકીય વળાંક આવ્યો છે. ગેંગરેપનો આક્ષેપ કરનારી પરિણીતા પોલીસની પૂછપરછમાં ભાંગી પડી હતી અને સમગ્ર નાટક તેના પતિએ રચ્યું હોવાનું જણાવ્યું હતું. પરિણીતાના જણાવ્યા મુજબ તેના પતિના કહેવા પર તેને ગેંગરેપનો આક્ષેપ કર્યો હતો.

તેને છરીના ઘા પણ તેના પતિએ જ માર્યા હોવાનું બહાર આવ્યું છે. પત્નીના અનૈતિક સંબંધના શકને લઈને પતિએ આ કાવતરું રચ્યું હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે મામલતદારની હાજરીમાં પીડિતાની ફરિયાદ નોંધી છે અને આરોપી પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ રાજકોટમાં છરીની અણીએ પરણિત યુવતી સાથે ત્રણ શખ્સોએ દુષ્કર્મ આચર્યું હોવાનું પ્રથમ બહાર આવ્યું હતું. પરણિતાએ પાડોશમાં રહેતા શખસોએ દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. જેમાં પરિણિત યુવતીએ છેલ્લા બે દિવસમાં બે વખત દૂષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું.

જેમાં દુષ્કર્મ બાદ પરણીતાને છરીના ઘા ઝીંકયા હતા. હાલ પીડીતા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. જો કે પોલીસે કરેલી આકરી પુછપરછમાં પરિણીતા ભાંગી પડી હતી અને સમગ્ર નાટક પોતાના પતિએ રચ્યું હોવાનું જણાવ્યું હતું.

You might also like