ગૃહિણીઓ આનંદોઃ તમારે કૂકરની સીટીઓ હવે ગણવી નહિ પડે

ગ્રેટર નોઈડા: આ સમાચાર મોટાભાગની ગૃહિણીઓ માટે ખૂબજ આનંદના છે કારણ હવે તેમને રસોઈ બનાવતી મહિલાઓએ કૂકરની સીટી કેટલી થઈ ? તેની ચિંતા કરવાની નહિ રહે. કારણ ગ્રેટર નોઈડાના આઠમા ધોરણના વિદ્યાર્થી ગૌરવે ખાસ અેપ વિકસાવી છે કે તેના કારણે હવે ગૃહિણીઓને સીટી કેટલી વાગી તેની ચિંતા કરવાની નહિ રહે.

આમ તો સામાન્ય રીતે કૂકરમાં સીટી વધારે વખત વાગે તો રસોઈ બળી જવાની કે ઓછી વાગે તો રસોઈ કાચી રહી જવાની ચિંતા રહે છે. ત્યારે મોટાભાગની ગૃહિણીઓની આવી ચિંતા હળવી કરવા માટે ગ્રેટર નોઈડાના આઠમા ધોરણના વિદ્યાર્થી ગૌરવે ખાસ અેપ વિકસાવી છે જેમાં ગૌરવ સનવાલે સ્માર્ટ ગેસ નોબ કંટ્રોલર એપ બનાવી કૂકર સાથે લગાવીને આવી ચિંતા હળવી કરવા પ્રયાસ કર્યો છે. આ અેપને જે તે મહિલાઓ મોબાઈલ અેપથી ડાઉનલોડ કરી કૂકરમાં કેટલી સીટી વાગે છે તેની ચિંતામાંથી બહાર લાવવા પ્રયાસ કર્યો છે. આ અંગે ગૌરવ કહેછે કે પહેલાં તેની મમ્મી બહાર જતી વખતે મને ત્રણ સીટી વાગે એટલે ગેસ બંધ કરી દેજે તેમ કહીને જતી હતી. તેથી એકાદ બે વખત ત્રણ સીટી વાગવા છતાં મેં ગેસ બંધ નહિ કરતા રસોઈ બળી ગઈ હતી તેથી મારે મમ્મીનો ઠપકો સાંભળવાનો વારો આવ્યો હતો. તેથી મને આવી એપ બનાવવાનો વિચાર આવ્યો હતો. અને તેથી જ મે સ્માર્ટ ગેસ નોબ કંટ્રોલર એપ બનાવીને આવી ચિંતા દૂર કરવા પ્રયાસ કર્યો છે.

આ માટે હું અહીંના એકસપ્લોરેટો સેન્ટર પર ગયો હતો.અને તેમાં સેન્ટર પર હાજર રહેલા અન્ય વિદ્યાર્થીઓને આ અંગે પૂછપરછ કરી તેમના આઈડિયા મેળવ્યા હતા. અને તેમના આઈડિયાને મૂળભૂત રીતે સાકાર બનાવવા આ એપને વિકસાવી હતી. આ માટે મેં ખાસ તાલીમ લીધી હતી. અને કેન્દ્ર પર હાજર રહેલા તાલીમી શિક્ષક આસ્થા શર્માએ પ્રોજેકટને તૈયાર કરવામાં તેમની મદદ આપી હતી.

ગૌરવ સનવાલે સ્માર્ટ ગેસ નોબ કંટ્રોલર એપ બનાવી કૂકર સાથે લગાવીને આવી ચિંતા હળવી કરવા પ્રયાસ કર્યો છે. ત્યારે તેની આ અેપને ખરીદવા કેટલીક કંપનીઓએ રસ દાખવ્યો છે. તેથી તેની આ એપ જે કંપની ખરીદશે તે મહિલાઓ માટે ઉપયોગી એવી આ એપને ઝડપથી બજારમાં ખુલ્લી મુકશે. અને તેના કારણે અનેક ગૃહિણીઓને તેનો સીધો લાભ મળી રહેશે.

You might also like