Shame..Shame: પોતાની પુત્રવધૂને બનાવી ‘કોલગર્લ’

લખનઉ: ઉત્તરપ્રદેશના પીલીભીતમાં રૂપિયાની લાલચમાં એક પરણિતાને દેહ વેપારના ધંધામાં ધકેલવાનો કેસ સામે આવ્યો છે. પીલીભીતના રહેવાસી એક વ્યક્તિએ પોતાની પુત્રીના લગ્ન પોતાના મોહલ્લાના જ એક યુવક સાથે કર્યા હતા. લગ્નના થોડા દિવસો બાદ સાસરીના લોકો પુત્રીને દહેજ માટે પરેશાન કરવા લાગ્યા.

જ્યારે પરણિતાએ માંગણીઓ પુરી ન કરવાની વાત કહી તો તેના ઉપર દેહવેપાર કરવાનું દબાણ નાખવામાં આવ્યું. તેણે ના પાડી તો તેની સાથે મારઝૂડ કરવામાં અવી. ત્યારબદ સાસરીના લોકોએ મહિલાને એક યુવકના ઘરે જઇને છોડી દીધી. તેના સાસરીયાઓએ યુવક પાસેથી વીસ હજાર રૂપિયા લીધા હતા.

હમીદે મહિલાની સાથે આખી રાત દુષ્કર્મ આચર્યું. સવારે જ્યારે મહિલા સાસરી પહોંચી અને પોતાની આપવીતી કહી તો તેની સાથે મારઝૂડ કરવામાં આવી. પરેશાન થઇને મહિલા પોલીસ સ્ટેશન પહોંચી પરંતુ તેને ત્યાંથી પણ ભગાડી મુકવામાં આવી. ત્યારબાદ મહિલા કોર્ટમાં ગઇ. કોર્ટના આદેશ બાદ તેના પતિ સહિત પરિવારના અન્ય લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવી.

You might also like