સાસરિયાં સામે પરિણીતાની ફરિયાદ પર બે વર્ષથી કોઈ કાર્યવાહી નહીં

અમદાવાદ: કોર્ટના આદેશની પોલીસ અવગણના કરતી હોવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. છેલ્લા દોઢ વર્ષથી યુવતી ઉપર સાસ‌િરયા પક્ષે કરેલા અત્યાચારની ફરિયાદનો તપાસ ‌િરપોર્ટ કોર્ટમાં સબમીટ કરવા માટે કોર્ટે આદેશ કર્યો છે, જોકે પોલીસ કોર્ટના આદેશની ઐસીતૈસી કરીને તપાસ ‌િરપોર્ટ કોર્ટમાં રજૂ કરતી જ નથી ત્યારે યુવતીએ પોલીસની લા‌િલયાવાડી સામે મીરજાપુર કોર્ટમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી કરી છે.

શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં રહેતી યુવતી રાની રાજપૂતનાં લગ્ન વર્ષ 2011માં ઉત્તરપ્રદેશમાં રહેતા અને ઓટોપાર્ટ્સનો ધંધો કરતા જ્ઞાનેન્દ્રપ્રકાશ રાજપૂત સાથે થયા હતા. જોકે બે વર્ષ પહેલાં પતિ તથા સાસુ-સસરાના ત્રાસથી અને દહેજ માગવાના કારણે રાની તેના પિયર આવી ગઇ હતી.

વર્ષ 2014ના ફેબ્રુઆરી મહિનામાં રાનીએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં પતિ, સાસરા, સાસુ, જેઠ અને દિયર વિરુદ્ધમાં સાસ‌િરયાંનો ત્રાસ, મારઝૂડ કરવી, જાનથી મારી નાખવાની ધમકી અને દહેજ માગણી મુજબ સાબરમતી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.

રાનીની અરજી ઉપર પોલીસે માત્ર ફરિયાદીના નિવેદનો લીધા હતા ત્યારે સાસ‌િરયાંને નો‌િટસ ઇસ્યુ કરી તેમ છતાંય તેઓ પોલીસ સ્ટેશનમાં હાજર થયા નહીં. એક વર્ષ સુધી પોલીસે આ અરજી ઉપર ગુનો દાખલ નહીં કરતાં રાનીએ મીરજાપુર કોર્ટમાં ફેબ્રુઆરી-2015માં પ્રાઇવેટ ફરિયાદ દાખલ કરી હતી, જેમાં કોર્ટે પોલીસને અરજી ઉપર કરેલી તપાસનો 45 દિવસમાં ‌િરપોર્ટ સબમીટ કરવા આદેશ કર્યો હતો, જોકે પોલીસ કોઇ ‌િરપોર્ટ કોર્ટમાં સબમીટ નહીં કરતાં ફરિયાદી રાનીએ ફરીથી કોર્ટમાં અરજી કરી હતી કોર્ટે ‌િડસેમ્બર 2015માં તપાસ ‌િરપોર્ટ લઇને કોર્ટમાં હાજર થવા આદેશ કર્યો હતો.

7 મહિના થઇ ગયા હજુ સુધી કોઇ પણ ‌િરપોર્ટ પોલીસે કોર્ટમાં સબમીટ કર્યો નથી. જેથી રાનીએ પોલીસની લા‌િલયાવાડી સામે કોર્ટમાં પોલીસ વિરુદ્ધમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની ફરિયાદ દાખલ કરી છે.

You might also like