બે સંતાનોની માતાનું અગ્નિ સ્નાન

અમદાવાદ: અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ અગમ્ય કારણસર મોડી રાત્રે તેના જ ઘરમાં કેરોસીન છાંટીને આપઘાત કર્યો છે. દાણીલીમડા પોલીસે આ ઘટનાના પગલે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને પરિણીતાના મોત પાછળનું કારણ શોધવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર દાણીલીમડા વિસ્તારમાં વૈકુંઠધામ પાસે આવેલ મંગળ વિકાસ સોસાયટીમાં રહેતી રપ વર્ષીય નીલમ ધવલ પરમારે મોડી રાત્રે કેરોસીન છાંટીને આત્મહત્યા કરી છે. પાંચ વર્ષ પહેલાં નીલમનાં લગ્ન સામા‌િજક ‌િરતરીવાજ પ્રમાણે ધવલભાઇ સાથે થયાં હતાં. લગ્નગાળા દરમ્યાન નીલમે બે બાળકોને જન્મ પણ આપ્યો હતો.

ગઇ કાલે અગમ્ય કારણસર નીલમ અને ધવલ વચ્ચે બોલાચાલી થઇ હતી જેમાં નીલમને લાગી આવતાં રસોડામાં પડેલુ કેરોસીન પોતાના શરીર ઉપર છાંટીને સળગી હતી. ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મારફતે નીલમને સારવાર અર્થે વીએસ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. નીલમનું પોસ્ટમોર્ટમ કરાવીને દાણીલીમડા પોલીસે આ ઘટનાના પગલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે અને નીલમના મોત પાછળનું કારણ શોધવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

You might also like