સુરતની પરિણીતાને બ્લેકમેલ કરી 10 લાખ પડાવી આચર્યું દુષ્કર્મ

સુરત : નાના વરાછા ખાતે રહેતી એક પરિણીતાને તેનાં ઘરે કામ કરતા કલર કોન્ટ્રાક્ટરે બ્લેક મેઇલ કરીને 10 લાખ રૂપિયા પડાવી લીધા હતા. વધુ રૂપિયા પડાવવા માટે પરિણીતાનું તેનાં 3 વર્ષનાં દિકરા સાથે અપહરણ કરીને તેને રાધનપુર લઇ જઇને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ પણ વધારે રૂપિયા માંગ્યા હતા. જો રૂપિયા નહી આપે તો તેનાં બિભત્સ ફોટા ફેસબુક સહિત સોશ્યલ મીડિયા પર વાઇરલ કરવાની ધમકી આપી હતી.

પરિણીતા સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ કરવા ગઇ હતી પરંતુ પોલીસે તેની ફરિયાદ નોંધી નહોતી. ત્રણ દિવસ બાદ શુક્રવારે રાત્રે ફરિયાદ દાખલ કરી પરિણીતાને મેડિકલ સામે સ્મીમેર ખાતે મોકલી આપી હતી. સરથાણા વિસ્તારની એખ સોસાયટીમાં મહિલા પરિવાર સાથે રહે છે. પરિવારમાં પતિ ઉપરાંત બે દીકરીઓ છે. દિવાળી પહેલા મહિલાનાં ઘરે રિનોવેશન કામ ચાલી રહ્યું હતું. ત્યારે મહિલાએ પોતાનાં ઓળખીતા રોનક મોરડિયાને કલરકામ સોંપ્યું હતું.

કલકામનાં કામ દરમિયાન મહિલા અને રોનક વચ્ચે સારી મિત્રતા બંધાઇ હતી. તે બંને સાથેબેસીને ચા પી રહ્યા હતા તે દરમિયાન રોનકે તેનાં વિવિધ એન્ગલથી ફોટો પાડી લીધા હતા. ત્યાર બાદ કોમ્પ્યુટર છેડછાડથી તેને વધારે બિભત્સ કરી દીધા હતા. આ ફોટો વાઇરલ કરવાની ધમકી આપી રોનક મહિલાને બ્લેક મેલ કરવા લાગ્યો હતો. પહેલા શારીરિક સંબંધોની અને ત્યાર બાદ તે નાણાની માંગણી કરવા લાગ્યો હતો. મહિલાએ પરિવાર વિખેરાઇ ન જાય તે માટે 10 લાખ રૂપિયા તો આપ્યા હતા.

You might also like