વડોદરામાં પરિણીતાનો આપઘાત : પારિવારિક ઝગડો બન્યો કાળ

વડોદરા : શહેરનાં માંજલપુર વિસ્તારની અમરનાથપુરમ સોસાયટીની એક મહિલાએ મંગળવારે સાંજે ગળાફાંસો ખાધો હતો. જેનાં પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. જો કે યુવતીનાં પરિવાર દ્વારા સાસરીયા પર માનસિક ત્રાસનો આરોપ લગાવ્યો હતો. જો કે તેનાં મા બાપે જણાવ્યું કે અગાઉ તે પિયર આવી ત્યારે થોડા સમયમાં બધુ સારૂ થશે તેવી સાંત્વના સાથે પરત મોકલી આપી હતી.

વિગતે મળતી માહિતી અનુસાર વડોદરામાં માંજલપુર ખાતે અમરનાથપુરમ સોસાયટીમાં ઘર નંબર-7માં જિગ્નેશ હિતેષભાઇ મિસ્ત્રીનાં લગ્ન નડિયાદનાં શિવાલિક એપાર્ટમેન્ટમાં રહેતી યુવતી ધરતી મિસ્ત્રી સાથે 2013માં થયા હતા. જિગનેશ વડોદરામાં ઇન્ટિરિયર ડેકોરેશનનો વ્યવસાય કરે છે. ત્રણ વર્ષનાં લગ્ન જીવનથી સંતાનમાં તેમને દોષ વર્ષનો પુત્ર છે. પારિવારિક ઝગડામાં મંગળવારે મોડી રાત્રે ગળેફાંસો ખાઇ લીધો હતો.

યુવતીનાં પરિવારનો આક્ષેપ છે તેનાં ઘરમાં વારંવાર ઝગડાઓ થતા હતા. તેનો પતિ જિગ્નેશ જ્યારે દિકરી ગર્ભવતી હતી ત્યારે પણ તેને ત્રાસ આપવાનું બંધ નહોતુ કર્યું. જો કે ડોલીને આશા હતી કે સંતાન થયા બાદ તેનાં પતિ તથા સાસરીઓનાં વર્તનમાં સુધારો આવશે. જો કે કહેવાય છે કે પ્રાણ અને પ્રકૃતી જોડે જાય તે રીતે પતિનાં સ્વભાવમાં કોઇ સુધારો આવ્યો નહોતો. જેનાં પગલે બંન્ને વચ્ચે માનસિક તાણ સતત વધતી રહેતી હતી. જેનાં પગલે કંટાળીને અંતે અંતિમ પગલું ભર્યું હતું.

You might also like