પરણિત પુરુષો મોટાભાગે આ વાતોથી થાય છે પરેશાન

ઘણા પુરુષોને લગ્ન પછી તેના પરિવાર, કુટુંબીજનો અને પાડોશીના લોકોથી ઘણા બધા અજબ-ગજબના પ્રશ્નો સાંભળવા પડે છે. જેનો પરિણીત પુરુષ પાસે કોઇ જવાબ હોતો નથી અને તે લોકો વારંવાર સાંભળીને પરેશાન થઇ જાય છે. આજે અમે તેમને એવા પ્રશ્નો માટે જણાવીશું જેને પરણિત પુરુષ સાંભળવું પસંદ કરતો નથી.

ગૂડ ન્યૂઝ:
મોટાભાગે લગ્નના થોડા સમય પછી જ્યારે ઘરના લોકો , મિત્રો અને આજુબાજુના લોકો કહે છે કે ગૂડ ન્યૂઝ ક્યારે સંભળાવો છો તો પુરુષો વારંવાર આવી વાતોને સાંભળીને પરેશાન થઇ જાય છે.

નોકરી અને પરિવારને મેનેજ:
લગ્ન પછી પરણિત પુરુષને તેમના મિત્રો મજાક મજાકમાં એવો પ્રશ્ન પૂછી લે છે જેનાથી તેઓ પરેશાન થઇ જાય છે. જેમ કે મજાકમાં તેમને પૂછવામાં આવે છે કે લગ્ન પછી તેના પરિવાર અને નોકરીનું કેવી રીતે બેલેન્સ કરે છે.

સાળીઓ માટે પૂછવું:
મોટાભાગે પરણિત પુરુષોને તેમના મિત્રો અને કઝીન તેમની સાળઈઓ માટે પૂછતાં હોય છે. એવામા પુરુષો સાળીઓ માટે વિચારીને વધારે પરેશાન થઇ જાય છે. કારણ કે તેમને તેમની પત્ની સાથે તેમની સાળીના નખરા પણ ઉઠાવવા પડે છે.

લગ્ન પછી બોરિંગ:
પરણિત પુરુષોને લગ્ન પછી લાઇફ બોરિંગ લાગવા લાગે છે કારણ કે લગ્ન પછી તેમને સમય પર ઘરે આવું પડે છે, ક્યાંય જતાં પહેલા પત્નીને કહેવું પડે છે જેના કારણે તેમને તેમના મિત્રો સાથે મોજ મસ્તી કરવાનો સમય મળતો નથી. એવામાં જ્યાપે પુરુષોને પૂછવામાં આવે છે ત્યારે તેમને સામે વાળાની મૂર્ખાઇ પર ગુસ્સો અને હસવું પણ આવી જાય છે.

જ્યારે પત્ની સાથે કોઇ ફંક્શનમાં જવાનું હોય:
લગ્ન પહેલા પુરુષ કોઇ ફંક્શનમાં જડવાનું પસંદ કરે કે ના કરે પરંતુ લગ્ન પછી તેને દરેક ફંક્શનમાં જવું જ પડે છે. ખાસકરીને ત્યારે જ્યારે ફંક્શન પત્નીના પિયરમાં હોય. એવા સમયે તે બધઆ જરૂરી કામ છોડીને પત્ની સાથે ફંક્શનમાં જાય છે જેના કારણે તેઓ પરેશાન થઇ જાય છે.

ક્રેડિટ જાતે લે:
લગ્ન પછી મોટાબાગના પુરુષોને ઘણી વાતો સાંભળવી પડે છે જેમ કે જ તેની પાર્ટનર સારી હોય તો બધા પરિવારના લોકો તેની ક્રેડિટ પોતાની પર લે છે. અે સમય સમય પર તેને દેખાડે છે.

મદદ ક્યાં તો સલાહ:
પરણિત પુરુષોને તેમના સંબંધી અને પેરેન્ટસ કોઇ પણ વાતને જાણ્યા વિના દરેક વખતે કોઇે કોઇ પ્રકારની સલાહ આપતા રહે છે. જે પુરુષોને તેમના લગ્ન જીવનમાં પસંદ પડતું નથી.

ઘર ખરીદવા માટે:
લગ્ન પછી છોકરો અને છોકરી બંને તેના માતા પિતાના ત્યાં રહે છે. ત્યારે તેમના ઓળખીતા લોક તેમને એક જ પ્રશ્ન પૂછે છે કે તુ તારુ અલગ ઘર ક્યારે ખરીદીશ. આવી વાત સાંભળીને પુરુષો વધારે પરેશાન થઇ જાય છે.

You might also like