લગ્નના બે જ મહિનામાં દુલહન રોકડ-દાગીના લઈને નાસી ગઈ

અમદાવાદ: અમદાવાદના રામોલ વિસ્તારમાં બરોડાની યુવતી લગ્ન કરીને બે મહિનામાં સાસ‌િરયાંને લૂંટીને ફરાર થઇ જવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રામોલ પોલીસે લૂંટેરી દુલહનનાં નકલી સગાંસબંધીઓમાં બે મહિલાઓ સહિત 5 સભ્યોની ધરપકડ કરી છે ત્યારે લૂંટેરી દુલહનને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

ઉલ્લેખનીય છે કે શહેરના રામોલ વિસ્તારમાં રહેતા ભાવેશ પટેલનાં લગ્ન ‌િનશા પટેલ નામની યુવતી સાથે 6 મહિના પહેલાં થયાં હતાં. લગ્નના બે મહિના પછી ‌િનશા એક લાખ રૂપિયા તથા સોનાની બુટીઓ લઇને ફરાર થઇ ગઇ હતી અને તેણે તેનો ફોન પણ ‌િસ્વચ ઓફ કરી દીધો હતો. આ સમયે ભાવેશ પટેલના મોબાઇલ ફોન ઉપર મહેસાણામાં રહેતા લખન પટેલ નામના યુવકનો ફોન આવ્યો હતો અને ‌િનશા સાથે તેનાં લગ્ન થયાં હોવાની વાતની કબૂલાત કરી હતી.

આ મુદ્દે તપાસ કરતાં જાણવા મળ્યું કે ‌િનશા પટેલ નામની યુવતી લગ્ન કરીને એકાદ-બે મહિનામાં સાસરીમાં ચી‌િટંગ કરીને ફરાર થઇ જવાની કામગીરી કરે છે, જેને લઇને ભાવેશ પટેલે તારીખ 4-11-15ના રોજ રામોલ પોલીસ સ્ટેશનમાં ‌િનશા પટેલ અને તેના સંબંધીઓ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરાવી હતી. ભાવેશ પટેલ મૂળ સૌરાષ્ટ્રના છે અને રામોલ વિસ્તારમાં રહે છે. તેના સમાજમાં લગ્ન માટે યુવતી નહીં મળતી હોવાના કારણે અમરેલીમાં રહેતા તેમના બનેવીને લગ્ન માટે યુવતી બતાવવાની વાત કરી હતી.

જેમાં ભાવેશના બનેવીએ અમરેલી ‌િજલ્લાના સરદારનગરમાં રહેતા રાજુ મોગતો‌િરયાને વાત કરી હતી. રાજુ મોગત‌િરયાએ ભાવેશ પટેલ માટે અમરેલી ‌િજલ્લાના બાબરા તાલુકાના બખેલ પીપ‌િળયામાં રહેતા રાજુગીરી મેઘનાથીને વાત કરી હતી. લગ્ન કરાવવા માટે રાજુગીરી મેઘનાથીએ બરોડામાં રહેતા અને મેરેજ બ્યૂરો ચલાવતા હરેશ જોડે ભાવેશનાં લગ્ન માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો. બરોડાના પાદરામાં આવેલા ગુજરાત હાઉ‌િસંગ બોર્ડમાં રહેતા ઉષાબહેન મહેશભાઇ પટેલની પુત્રી ‌િનશા પટેલ સાથે લગ્ન કર્યા હતા.

જોકે 2 મહિના પછી ‌િનશા 1.20 લાખ રૂપિયા અને સોનાના દાગીના લઇને ફરાર થઇ ગઇ હતી. રામોલ પોલીસે આ મુદ્દે ગુનો દાખલ કરીને તપાસ શૂરૂ કરી હતી, રામોલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એ.એ. દેસાઇએ જણાવ્યું છે કે ભાવેશ સાથે લગ્ન કરાવવા માટે ઉષાબહેન પટેલે બોગસ સંબંધીઓ ઊભા કર્યા હતા અને ‌િનશાના લગ્ન કરાવ્યા હતા. આ કેસમાં સંડોવાયેલા 5 આરોપીઓની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે મહેસાણામાં પણ ‌િનશાએ ચી‌િટંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસ પાસેથી મળેલી વિગતો અનુસાર ‌િનશા પટેલ ઉષા પટેલની દીકરી નથી અને તે પરપ્રાંતીય હોવાનું પણ સામે આવ્યું છે. મહેસાણામાં તેણે લખન નામના યુવાનને પણ લૂંટ્યો હતો, જેની ફરિયાદ પણ થઇ છે.

You might also like