અંબાણીના ઘરે મોદીની પુત્રીના લગ્ન ! આખો અંબાણી પરિવાર કરી રહ્યો છે તડામાર તૈયારીઓ

નવી દિલ્હી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. આ અંબાણી પરિવારના કોઇ સભ્યના લગ્ન નથી, પરંતુ આ પરિવારના ખુબ જ નજીકનાં વ્યક્તિની પુત્રીના લગ્ન છે. આ લગ્ન છે મનોજ મોદીની પુત્રી ભક્તિના. એવું તે શું કારણ છે કે અંબાણી પરિવાર પોતાના કોઇ મિત્રની પુત્રીના લગ્નની મેજબાની કરી રહ્યા છે.

સૌથી પહેલા મનોજ મોદી જેવી શખ્સિયત અંગે જાણવું જરૂરી છે, મુળ ગુજરાતનાં રહેવાસી મનોજ મોદી મુકેશ અંબાણીના ખુબ જ નજીકનાં મિત્ર છે. મોદી અને અંબાણી એન્જિનિયરિંગ કોલેજમાં સાથે સાથે ભણતા હતા. દોસ્તોમાં એમએમના નામે જાણીતા મનોજ મોદી મુકેશ અંબાણીના સૌથી વફાદાર ગણાય છે.

59 વર્ષના મનોજ મોદી જો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં અધિકારીક રીતે કોઇ પદ પર નથી. જો કે કંપનીમાં જો સીઇઓનું પદ હોત તો તેમાં કોઇ શંકા નથી કે તેના પર મનોજ મોદી ઉપરાંત બીજુ કોઇ ન હોત. આખા ગ્રુપને મનોજ મોદીની હેસિયતનો અંદાજ છે. મનોજ મોદી છેલ્લા 9 વર્ષથી રિલાયન્સ સાથે જોડાયેલા છે. કંપનીના દરેક મોટા પ્રોજેક્ટમાં તેમની મહત્વની ભુમિકા હોય છે. રિલાયન્સ જીયો પાછળ પણ મનોજ મોદીનું જ મગજ છે.

મનોજ મોદી મુકેશનાં હજીરા પેટ્રોકેમિકલ, જામનગર રિફાઇનગરી, પહેલા ટેલિકોમ બિઝનેસ અને રિલાયન્સ રિટેલ જેવા મોટા પ્રોજેક્ટ્સ પણ સંભાળી ચુક્યા છે. મનોજ મોદીને જામનગર રિફાઇનરીમાં કામ દરમિયાન કોન્ટ્રાક્ટર અને વેપારીઓ વચ્ચે જબર્દસ્ત ડીલિંગ કર્યું હતું. આ પ્રોજેક્ટ બાદ જ મનોજ મોદી મુકેશનાં ખાસ બની ગયા હતા.

પોતાની આક્રમક ભાષાના માટે જાણીતા મનોજ મોદી કંપનીના ગ્રોથ માટે કોઇ પણ પડકારને સ્વિકારતા અચકાતા નથી. મુકેશ અંબાણી પુત્ર આકાશ અને પુત્રી ઇશાને મનોજ મોદીએ જ બિઝનેસઅંગે શિખવાડ્યું છે. મુકેશ, આકાશ અને મનોજ મુંબઇમાં રિલાયન્સ જીયોની ઓપન ઓફીસમાં સાથે સાથે જ બેસે છે. આ ઓફીસમાં જીયોનાં ચેરમેન સહિતનાં ટોપ 70 એક્જેક્યુટીવ બેસે છે.

You might also like