લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયોઃ ખુલ્લેઅામ યુવાનની હત્યા

અમદાવાદ: નવસારી નજીકના એક ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન જ થયેલી અથડામણમાં એક યુવાનની ખુલ્લેઅામ હત્યા કરવામાં અાવતાં લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો.  અા અંગેની વિગત એવી છે કે નવસારી નજીક અાવેલા કોળી ગામે એક યુવતીનાં લગ્ન હોઈ જાન અાવી હતી. જાનૈયાઓ ડીજેના તાલ પર નાચતા હતા તે વખતે કોઈ વ્યક્તિએ જાનૈયાઓને ટોકતાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઉગ્ર બોલાચાલી બાદ જોરદાર મારામારી થતાં તોફાને ચઢેલા જાનૈયાઓએ વિડલ હળપતિ નામના યુવાન પર લાકડીથી હુમલો કરી માથાના ભાગે ફટકા મારતાં ગંભીરપણે ઘવાયેલા અા યુવાનનું સારવાર મળતાં પહેલાં જ મોત થયું હતું.

અા ઘટનાના પગલે ભારે નાસભાગ મચી ગઈ હતી અને લગ્ન પ્રસંગ શોકમાં ફેરવાઈ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસે તાત્કા‌િલક પહોંચી જઈ ખૂનનો ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like