લગ્ન પ્રસંગે જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યોઃ બે વ્યક્તિનાં મોત, ૨૮ને ગંભીર ઈજા

અમદાવાદ: ખેડબ્રહ્મા નજીક અાવેલા ગણવા ગામે લગ્ન પ્રસંગે હાજરી અાપવા જઈ રહેલા રાજસ્થાનના પરિવારને પોશિનાના નજીક મીઠી વેડી ગામ પાસે અકસ્માત નડતાં બે વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં જ્યારે ૨૮ વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તમામને ખેડબ્રહ્માની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે. જેમાંથી બે વ્યક્તિની સ્થિતિ અત્યંત નાજુક જણાવતા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં િરફર કરાયા હતા.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે રાજસ્થાનના ઉદયપુર નજીકના ભૂરી ઢેબર ગામનો પરિવાર એક જીપમાં બેસી ખેડબ્રહ્મા નજીક અાવેલા ગણવા ગામે સંબંધીનાં લગ્ન પ્રસંગમાં હાજરી અાપવા અાવી રહ્યો હતો ત્યારે પોસિના પાસે મીઠી વેડીના ઢોળાવ પર જીપના ચાલકને ઝોકું અાવી જતાં તેણે સ્ટિયટરિંગ પરનો કાબૂ ગુમાવતા જીપ પલટી ખાઈ ગઈ હતી. અા અકસ્માતમાં અરજણભાઈ જેઠાભાઈ પારઘી અને મહેશ નવાભાઈ પારઘી નામની બે વ્યક્તિના મોત થયાં હતાં જ્યારે ૨૮ વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. જેમાંથી ૨૮ને ઈજાઓ પહોંચી હતી. જેમાંથી બેની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળે છે.

અા ઉપરાંત ડીસા-પાટણ હાઈવે પરથી ખીચોખીચ મુસાફર ભરેલ એક પીકઅપ વાનનું ટાયર ફાટતાં સર્જાયેલા અકસ્માતમાં ૨૦ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પ્રપ્ત માહિતી પ્રમાણે ડીસાના મીર પરિવારના સભ્યો કોઈ સગાનાં બેસણાંમાં હાજરી અાપવા પાટણના કાકોશી ગામે જઈ રહ્યા હતા ત્યારે અા ઘટના બની હતી. ગંભીરપણે ઘવાયેલા તમામને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે. પોલીસે અા અંગે ગુના દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like