નોટ બેનના કારણે લોકો મજબૂર થયા લગ્નની તારીખો બદલવા!

નવી દિલ્હી: કેન્દ્ર સરકારની 1000 અને 500 રૂપિયાની જૂની નોટો પર બેન લાગ્યા પછી લગ્નના કાર્યક્રમમાં પણ ખાસ મુશ્કેલીઓ આવી રહી છે. મોદી સરકારના આ નિર્ણયની ચારે બાજુ જોરદાર અસર જોવા મળી રહી છે. ચારે બાજુ લોકોને મુશ્કિલીઓનો સામનો કરવા પડ્યો છે. મોદી સરકારના આ નિર્ણયની એટલે સુધી અસર જોવા મળી છે કે લોકોએ એમના લગ્નની તારીખોમાં ફેરફાર કરી દીધા છે એટલે કે લગ્નની તારીખો આગળ લઇ ગયા છે.

આવું એટલા માટે કારણ કે લગ્નમાં જાનની તૈયારીઓથી લઇને સંબંધીઓને ગિફ્ટ આપવા સુધીમાં રોકડનો ઉપયોગ થાય છે અને સરકારના નોટના બેન કર્યા બાદ આ દરેક કામો અટકી ગયા છે. મળતી જાણકારી અનુસાર લોકોને લગ્નનું અરેન્જમેન્ટ્સ જેમ કે મેરેજ હોલના બુકિંગમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

આ ઉપરાંત વેડિંગ પ્લાનિંગ, ઇવેન્ટ કંપનીઓને પણ ખોટ ભોગવવી પડી છે. લગ્ન માટે નવેમ્હરથી ડિસેમ્બરનો મહિનો ખૂબ સારો ગણવામાં આવે છે. દર વર્ષે આ સિઝનમાં હજારોની સંખ્યામાં લગ્ન થાય છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે નોટ બેનની અસર લગ્ન પર પણ પડી શકે છે અને કેટલાક લોકો લગ્નને થોડા સમય માટે ટાળીને મોડા પણ લઇ જઇ શકે છે.

You might also like