સપ્ટેમ્બર મહિનામાં બજારની ચાલ અનિશ્ચિતતાભરી રહેશે?

અમદાવાદ: ઓગસ્ટ મહિનામાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ એક અંદાજ મુજબ સ્થાનિક શેરબજારમાં રૂ. ૧૦ હજાર કરોડથી વધુનું રોકાણ કર્યું છે, જોકે સપ્ટેમ્બર મહિનામાં બજારમાં અનિશ્ચિતતાભરી ચાલ જોવા મળી શકે છે તેવો મત નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઇ રહ્યો છે, જોકે નિફ્ટીએ પાછલા સપ્તાહે છેલ્લે ૮,૮૦૦ની ઉપર બંધ આપી છે તે એક સકારાત્મક સંકેત ગણાવી શકાય. ઓટો કંપનીઓના શેરમાં રોકાણ લાભકારક ગણાવાય છે.

બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર વધારવાના સંકેતો અપાયા છે એટલંુ જ નહીં સાતમા પગારપંચની અમલવારીને લઇને ફુગાવાનો દર પણ ઊંચો આવે તેવી એક શક્યતા જોવાઇ રહી છે. જોકે બીજી બાજુ ચોમાસા બાદ સિઝનની નવી આવક આવવાની શરૂઆત થતાં ફુગાવાનો આંક ઘટે તેવું એક વર્ગ માની રહ્યો છે.

આ બધાં જ પરિબળો વચ્ચે બજારમાં હાલ ખાસ કોઇ મોટો સુધારો જોવાય તેવી શક્યતા ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. આવા અનિશ્ચિતતાભર્યા માહોલમાં રિટેલ રોકાણકાર વર્ગ પણ બજારથી દૂર જઇ રહ્યો છે. બજારના જાણકારોના મત મુજબ સપ્ટેમ્બર મહિનામાં બજારમાં સુધારો જોવાય તેવી શક્યતા ખૂબ જ ઓછી જોવાય છે.

You might also like