બજારુ બરફગોળા, કુલ્ફી, શરબત શિકંજીથી રોગચાળામાં વધારો

અમદાવાદ: ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડક મેળવવા બજારુ બરફ, કુલ્ફી, શિકંજી, છાશનો ઉપયોગ કરી રહેલા નાગરિકો પાણીજન્ય રોગચાળામાં સપડાઇ રહ્યા છે. હલકી ગુણવત્તાવાળો ક્લોરિન વગરનો બરફ, કેમિકલયુક્ત ચાસણી,
અશુદ્ધ પાણી, પાણીનાં પાઉચ, વિવિધ એસેન્સના ઉપયોગથી નાનાં-મોટાં દવાખાનાંમાં દર્દીઓ વધી રહ્યા છે.

એક તરફ ભરઉનાળાની ગરમીમાં રાહત મેળવવા સ્વભાવગત લોકો લારીનાં ઠંડાં પીણાં પીને આરોગ્યને જોખમમાં મૂકે છે. બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળતી ઠંડાં પીણાંની હાટડીઓ લોકોના આરોગ્યને જોખમમાં મૂકી રહી છે. ખાસ કરીને મહિલાઓ અને બાળકો હાલમાં ગળાના ઇન્ફેકશન, કાકડામાં સોજો, શરદી, ખાંસી, તાવ, ઝાડા-ઊલટી, કમળો, પેટના દુખાવાના રોગથી પીડાઇ રહ્યા છે. આ અંગે જનરલ પ્રેક્ટિશનર ડૉ. હિમાંશુ શાહે જણાવ્યું હતું કે બરફ, કુલ્ફી સહિતનું વેચાણ કરનારને ચામડીનો કોઇ રોગ કે ઇન્ફેકશન હોય તો તે પાણી વાટે અન્યના શરીરમાં પહોંચે છે.

વધુમાં તેમણે જણાવ્યું કે અત્યારે દવાખાનાંમાં જે દર્દીઓ આવે છે તેના ર૦ ટકા દર્દી બરફ, કુલ્ફી, બજારુ ઠંડાં પીણાંના કારણે ઝાડા-ઊલટી, તાવ, કમળાથી પીડિત છે, જ્યારે અર્ધાથી વધુ દર્દી શરદી, ખાંસી ગળાનો સોજો વગેરે ફરિયાદ સાથે આવી રહ્યા છે. ઠેરઠેર ખૂલેલાં લારી-ગલ્લા, સ્ટોલ, રેંકડી કે નાની દુકાનો ર‌િજસ્ટ્રેશન વગરનાં હોય છે.

તેમના કોલ્ડ ડ્રિંક કે શરબતની બોટલ પર મેન્યુુફેક્ચ‌િરંગ કે એક્સપાયરી ડેટ હોતી નથી. બરફમાં અસ્વચ્છ પાણી અને નિયત ધારા-ધોરણના અભાવે રોગચાળો માથું ઊંચકી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહ દરમ્યાન ૧૦૮ને પેટના દુખાવાના રર૦, તાવના ૧૦૮, એ‌િસ‌િડટી, લોહીની ઊલટી, ગેસટ્રબલ વગેરેના ર૦, ડિહાઇડ્રેશનના ર૪ અને વોમિ‌ટિંગની ફરિયાદ ધરાવતા ૮૯ કોલ મળ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં પાણીજન્ય રોગચાળાથી પીડિત ૪૬૦થી વધુ દર્દીના કોલ મળ્યા છે.
http://sambhaavnews.com/

You might also like