માર્કેટમાં કરેક્શન જોવા મળી શકે છેઃ નિષ્ણાતો

નવી દિલ્હી: રેકોર્ડ ઊંચાઇએ પહોંચેલા શેરબજારમાં આજે પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે સાથેસાથે નિષ્ણાતોનું માનવું છે કે માર્કેટમાં કરેક્શનના સંકેત પણ જોવા મળી શકે છે. વેલ્યૂએશન મોંઘું થવાના કારણે કેટલાક શેરમાં રોકાણકારોએ હવે પ્રોફિટ બુક કરવાનું શરૂ કરી દીધું છે. જીડીપીની તુલનાએ માર્કેટકેપના રેશિયોમાં વધારો થવાથી વેલ્યૂએશન મોંઘું થવાના સંકેત મળી રહ્યા છે, જોકે આગામી અર્નિંગ સિઝનમાં કંપનીઓના શ્રેષ્ઠ પરિણામોની આશાથી એક્સપર્ટનું માનવું છે કે મર્યાદિત કરેક્શન સાથે માર્કેટમાં તેજીનો દોર ચાલુ રહી શકે છે.

ઘરેલું માર્કેટમાં કેપ ટુ જીડીપી રેશિયોમાં વધારો જોવા મળી રહ્યો છે, જોકે હાલ તે ૧૦૦ ટકાના સ્તરથી નીચે છે. સ્ટોક માર્કેટમાં તેજી બાદ પ્રથમ વાર બીએસઇ માર્કેટની કેપ રૂ. ૧૨૦ લાખ કરોડની સપાટીથી વધુ ઊંચી ગઇ છે. સમગ્ર વર્ષની સરેરાશ મંથલી માર્કેટ કેપ ૧૦૯ લાખ કરોડની રહી છે. આ સંજોગોમાં નિષ્ણાતોના મતે વેલ્યૂએશન ઓછું હોવાથી માર્કેટમાં કરેક્શન જોવા મળી શકે છે.
http://sambhaavnews.com/

You might also like