જાનવર કોઇ માણસ નથી, જલીકટ્ટુ વર્ષોથી ચાલતી પરંપરા છે: કાટજુ

નવી દિલ્હી : તમિલનાડુમાં જલીકટ્ટુને પ્રતિબંધિત કરવાનાં સુપ્રીમ કોર્ટનાં ચુકાદામાં ફેરફાર માટે તમિલનાડુ સરકારે એક અધ્યાદેશ લઇને આવી હતી. આ મુદ્દે સ્થાયી સસમાધાન માટે રાજ્યમાં કેટલાક સ્થળો પર ચાલી રહેલા પ્રદર્શનોને નજરે રાખી વિધાનસભાનાં હાલનાં કાયદામાં ફેરફાર કરીને પશુ ક્રુરતા નિવારણ અધિનિયમ 2017 પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો.

પશુ કલ્યાણના કામ કરી રહેલા કાર્યકર્તાઓની એક અપીલ બાદ સુપ્રીમ કોર્ટે 2014માં જલીકટ્ટુ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. કાર્યકર્તાઓનું કહેવું હતું કે જલીકટ્ટુની રમત દરમિયાન સાંઢ સાથે ક્રુરતા કરવામાં આવે છે.

નવો કાયદો બનાવીને જલીકટ્ટુને ચાલુ રાખવી શું ક્રુરતા નથી ? આ સવાલનાં જવાબમાં સુપ્રીમ કોર્ટનાં પુર્વ ન્યાયાધીશમાર્કન્ડેય કાટજુએ કહ્યું કે ભારત વિભિન્નતાઓનો દેશ છે. જો તેને એકજુથ રાખવો હોય તો બારતનાં તમામ લોકોની પરંપરા અને ભાવનાઓનો ખ્યાલ રાખવો પડશે. જલીકટ્ટુ તમિલનાડુનો એક પરંપરાગત રમત છે. જે સેંકડો વર્ષોથી થાય છે.

જો આ ખેલમાં ક્રુરતા હોય તો જેમ જાનવરની આંખમાં મિરચુ નાખવું, પુછડી કાપવી, દારૂ પીવડાવવો તો તેને પણ પ્રતિબંધ કરી દેવી જોઇએ. નહી તો પછી આ એક રમત છે તેમાં વાંધો શો છે. કાટજુએ કહ્યું કે જ્યાં સુધી ક્રુરતાની વાત છેત તમે માછલી પકડો છો તો તે પણ ક્રુરતા જ છે. કાટજુએ કહ્યું કે જાનવર જાનવર હોય છે તે માણસ નથી હોતો.તમે જાનવર અને માનવ બંન્નેને એક ન માની શકો.

You might also like