Facebook ડેટા લીક મામલે ઝકરબર્ગે કહ્યું I am sorry

વોશિંગ્ટન: અમેરિકી કોંગ્રેસની સામે ફેસબુક કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર માર્ક ઝકરબર્ગને કેપિટલ હિલ્સમાં આજે યુએસ સેનેટનો સામનો કરશે. જાણકારો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ માર્ક ઝકરબર્ગે તેની તૈયારી કરી લીધી છે. કેપિટલ હિલમાં હાજર થવા પહેલા માર્ક ઝુકરબર્ગે સેનેટરો સાતે મુલાકાત કરી હતી.

તેની સાતે ડેટા લીક મામલે માફીનામુ પણ આપ્યું છે.ફેસબુકના સીઇઓ માર્ક ઝકરબર્ગને યુએસ સેનેટને બે દિવસ ‘ફેસ’ કરવી પડશે. આ સમયમાં કઠિન પ્રશ્નોનો સામનો કરવા કંપનીએ તૈયાર રહેવું પડશે અને તેથી જ કંપની પાછલા કેટલાક દિવસથી પોતાની ‘ઇમેજ’માં સુધારાે કરવાનો પ્રયત્ન કરી રહી છે.

સોમવારે કોંગ્રેસ માટે કરેલા લેખિત સોશિયલ મીડિયાના નેટવર્કમાં ડેટાનો ખોટી રીતે લીક થવાને રોકવામાં કાંઇ કરી ન શક્યો તે અંગે ફેસબુકના સીઇઓ ઝકરબર્ગે માફી માગી.

ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગે કહ્યું કે અમે એ ટૂલ્સને નુકસાન પહોંચતા પહેલા તેને રોકવા માટે કાંઇ ન કરી શક્યા. ફેસબુક સીઇઓ ઝકરબર્ગે આ માફીનામુ યુએસ હાઉસ એનર્જી એન્ડ કોમર્સ સમિતિ સામે રજૂ કર્યું છે. ઝકરબર્ગે માફીનામામાં જણાવ્યું કે મે ફેસબુકની શરૂઆત કરી, હું તેને ચલાવી રહ્યું છે અને ત્યાં કાંઇ પણ થાય તો તે અંગે તે જવાબદાર છે.

આ સાથે ઝકરબર્ગે કહ્યું ફેસબુક ડેટાના સુરક્ષિત માટે વધુ રોકાણ કરશે અને હજી પણ ફેસબુકને આગળ વધશે તેનો મને વિશ્વાસ છે.
આ અગાઉ ઝકરબર્ગે કોંગ્રેસમાં હાજર થવા પહેલા અમેરિકાના સાંસદોને મળ્યાં.

You might also like