માર્ક ઝકરબર્ગને ફાઈનલી ગ્રેજ્યુઅેટની ડિગ્રી મળશે

વોશિંગ્ટનઃ  અમેરિકાની સિલીકોનવેલીના નિયમ મુજબ ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગે હાવર્ડ યુનિવર્સિટીનો અભ્યાસ અર્ધવચ્ચે છોડી દેવો પડ્યો હતો. હવે હાવર્ડ યુનિવર્સિટી તેને સામેથી બોલાવીને ડિગ્રી એનાયત કરી રહી છે.  ફેસબુક પર ઝકરબર્ગે પોતે જ વીડિયો મૂકીને અા સમાચાર અાપ્યા છે. અાગામી મે મહિનાની ૨૫મી તારીખે હાવર્ડમાં યોજાનારી ગ્રેજ્યુઅેશન સેરીમનીમાં ઝકરબર્ગ એક સ્પીચ અાપશે અને ત્યારે જ તેને ગ્રેજ્યુઅેશનની ડિગ્રી એનાયત કરવામાં અાવશે. ૨૦૦૪માં ઝકરબર્ગ ગ્રેજ્યુઅેશનના બીજા વર્ષમાં હતા ત્યારે પોતાના સોશિયલ મીડિયા પ્રોજેક્ટ પર ફૂલટાઈમ કામ કરવા અભ્યાસ છોડી દીધો હતો.
http://sambhaavnews.com/

You might also like