Facebookનાં CEO પદેથી ઝુકરબર્ગને આપવું પડી શકે છે રાજીનામું

સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકનાં CEO માર્ક ઝુકરબર્ગની મુશ્કેલી હવે વધવા જઇ રહી છે. ત્યારે કંપનીનાં કેટલાંક શેરહોલ્ડરોએ ઝુકરબર્ગને કંપનીનાં ચેરમેન પદેથી હટાવવાનો પ્રસ્તાવ રાખ્યો છે કે જેને લઇને રાજીનામું આપવું પડી શકે છે. આ પ્રસ્તાવમાં શેરહોલ્ડર્સનું કહેવું એમ છે કે કેટલાંક હાઇ પ્રોફાઇલ સ્કૈંડલ્સ પર ઝુકરબર્ગે બરાબર કામ નથી કર્યું.

2019માં કરાશે નિર્ણયઃ
ખબર અનુસાર, ઇલિયોનિસ, રોડ આઇલેન્ડ અને પેન્સિલવેનિયાથી સ્ટેટ ટ્રેજરર્સ અને ન્યૂયોર્ક સિટી કંપ્ટ્રોલર સ્કોટ સ્ટ્રિંગરે મળીને આ પ્રસ્તાવ રાખ્યો છે. જો કે આ પ્રસ્તાવ પર આગામી વર્ષ 2019માં યોજાનારી વાર્ષિક મીટિંગ દરમ્યાન વોટિંગ હશે. વોટિંગનાં પરિણામોનાં હિસાબથી એ નક્કી કરવામાં આવશે કે ઝુકરબર્ગને હટાવવામાં આવે કે નહીં.

ઝુકરબર્ગ પર લાગ્યો હતો આ આરોપઃ
તમને જણાવી દઇએ કે કેમ્બ્રિજ એનાલિટિકા નામની એક કંપનીએ ગયા વર્ષે જ અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ફેસબુક ડેટાનો ઉપયોગ કર્યો હતો. આનો ખુલાસો થયા બાદ દુનિયાભરમાં બબાલ મચી ગઇ હતી. પછી ફેસબુકે પણ માન્યું કે લગભગ 8 કરોડ 70 લાખ યૂઝર્સનો ડેટા કેમ્બ્રિજ એનાલિટિકાનો સાથ શેર કર્યો. ત્યાર બાદ ઝુકરબર્ગે અમેરિકી સંસદે ચેતાવણી આપી અને ભારત સરકારે પણ કંપનીને નોટિસ આપી.

You might also like