હેકર્સે ઝુકરબર્ગનું ટિ્વટર અને પિનટ્રેસ્ટ એકાઉન્ટ કર્યું હેક

નવી દિલ્હી: ઝુકરબર્ગ ભલે સૌથી મોટો સોશિયલ નેટવર્કિગ વેબસાઇટનો સીઇઓ છે પરંતુ સોશિયલ મિડીયા પર તેનું એકાઉન્ટ પણ સુરક્ષિત નથી. ફેસબુકનો કો ફાઉન્ડર અને સીઇઓનું ટિ્વટર અને પિનટેરેસ્ટ એકાઉન્ટ હેક થઇ ગયું છે. તમને જણાવી દઇએ કે 2012માં લાખો લોકોનું લિંક્ડ ઇ એકાઉન્ટ હેક થયું હતું. તેમાં પણ માર્ક ઝુકરબર્ગનું એકાઉન્ટ હતું.

OurMineTeam નામના હેકર ગ્રુપએ દાવો કર્યો છે કે તેમને માર્ક ઝુકરબર્ગનું હેક કરેલું લિંક્ડ ઇન એકાઉન્ટ દ્વારા ટિ્વટર, ઇન્સ્ટાગ્રામ અને પિનટ્રેસ્ટ એકાઉન્ટ પણ હેક કરી લીધું છે. આ હેકર ગ્રુપના ટિ્વટર હેન્ડલ પર 40,000થી વધારે ફોલોવર્સ છે અને આ ગ્રુપએ માર્ક ઝુકરબર્ગના કથિત ટિ્વટર એકાઉન્ટથી પણ ટિ્વટ કર્યું છે.

આ ગ્રુપએ ટિ્વટમાં લખ્યું છે કે, ‘હે માર્ક અમે સિક્યોરિટી ટેસ્ટિંગ માટે તારું ટિ્વટર, ઇન્સ્ટાગ્રામ અને પિનટ્રેસ્ટ એકાઉન્ટ હેક કરી લીધું છે, પ્લીઝ અમને મેસેજ કરો.’

તેના પિનટ્રેસ્ટ એકાઉન્ટ પર હેકર્સે Hacked by OurMineTeam લખવામાં આવ્યું છે. આ ગ્રુપ પ્રમાણે માર્ક ઝુકરબર્ગના લિંક્ડ ઇન એકાઉન્ટનો પાસવર્ડ dadada હચો જેને તે લોકોએ ડિકોડ કર્યો છે.

તમને જણાવી દઇએ કે માર્ક ઝુકરબર્ગના કથિત ટિ્વટર એકાઉન્ટથી 2012 પછી એક પણ ટિ્વટ કરવામાં આવ્યા નથી. જો કે તેને કેટલીક વખત ખોટું એકાઉન્ટ પણ કહેવામાં આવ્યું છે, કારણ કે આ વેરિફાઇ નથી. પરંતુ રિપોર્ટ્સ પ્રમાણે આ માર્ક ઝુકરબર્ગનું એકાઉન્ટ છે જેનો તે ઉપયોગ કરતો નથી.

You might also like