શાહરૂખ ખાને રજૂ કર્યું ‘મરિયપ્પન’નું પોસ્ટર

ચેન્નાઇ: ફિલ્મકાર એશ્વર્ય ધનુષ રજનીકાંતની આગળની તમિલ ફિલ્મ 2016ના સમર પેરાલમ્પિક રમત દરમિયાન ઊંચી કૂદમાં ગોલ્ડ મેડલ જીતનાર મરિયપ્પન થાન્ગાવેલુના જીવન પર આધારિત છે. નવા વર્ષે આ માટેની જાહેરાત કરવામાં આવી હતી. મરિયપ્પન નામની બાયોપિક તમિલનાડુના સલેમ જિલ્લામાં રહેનારા 21 વર્ષીય મરિયપ્પમના જીવન પર પ્રકાશ નાંખશે.

મરિયપ્પમ રિયો ડી જનેરિયો 2016ના ગ્રીષ્મકાલીન પેરાલમ્પિક રમતમાં ઊંચી કૂદમાં ભારતને સ્વર્ણ પદક અપાવ્યું હતું.

ફિલ્મના પહેલા પોસ્ટરને શાહરૂખે રજૂ કર્યું અને એમણે ટ્વિટ કર્યું, ‘આપણાં રાષ્ટ્રીય નાયક મરિયપ્પમ થાન્ગાવેલુ પર બાયોપિકનો પહેલો લુક.’

You might also like