વિશ્વએ નિહાળી ભારતીય નેવીની તાકાત : યુધ્ધ જહાજોનો જમાવડો

વિશાખાપટ્ટનમ :આજે વિશ્વ આખાએ ભારતીય નેવીની તાકાત પ્રત્યેક નિહાળી હતી. વિશાખાપટનમના દરિયામાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય ફલીટ રિવ્યૂમાં ૫૪ દેશના ૧૦૦થી વધુ યુધ્ધ જહાજો અને લડાકું વિમાનોએ પોતાની તાકાત બતાવી હતી. ભારતે પણ નાના-મોટા ૭૦ જેટલા યુધ્ધ જહાજો રજૂ કર્યાં હતાં. આ ફલીટ રિવ્યૂ નિહાળવા માટે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ઉપસ્થિત રહ્યાં હતાં.

આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમ પાસે બંગાળની ખાડીમાં ભારતીય નૌસેનાની રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સલામી ઝીલી હતી. ગુરુવારથી શરૂ થયેલા ઈન્ટરનેશનલ ફલીટ રિવ્યૂમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રણવ મુખર્જી સાથે હાજર રહ્યાં હતાં. ફલીટ રિવ્યૂ દરમિયાન આતંકી પ્રવૃત્તિના સમાચારને લઈને પુરા વિસ્તારમાં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો.

રાષ્ટ્રપતિ સશસ્ત્ર બળોના વડા હોઈ પોતાના કાર્યકાળ દરમિયાન એકવાર નૌસેનાની સમિક્ષા કરે છે. ‘પ્રેસિડેન્ટસ ફલીટ રિવ્યૂ’ની આ પરંપરાને નિભાવવા સાથે જ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આંધપ્રદેશમાં ત્રણ દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ ભવન તરફથી જાણવા મળ્યા મુજબ ભારતીય નૌસેનાની તૈયારીઓ, ઉચ્ચ મનોબળ અને અનુશાસન ઉપર ભરોસો આપવાનું હોય છે.

ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યૂમાં 52 દેશો પોતાની સૈન્ય તાકાત બતાવી રહ્યા છે. ભારતીય નૌકાદળની ક્ષમતાઓ ચકાસવા માટે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી વડાપ્રધાન મોદી અને સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકર પણ હાજર રહ્યા હતા. આ ઇવેન્ટ પર આતંકવાદી હૂમલાની પણ શક્યતા છે. સૂત્રોનાં હવાલાથી આવી રહેલા સમાચારો અનુસાર વિસ્ફોટક ભરેલી બોટ વડે સમગ્ર ઇવેન્ટને ટાર્ગેટ કરવામાં આવી શકે છે. આઇએફઆરમાં ભારતીય નૌકાદળ સાથે અમેરિકા, રશિયા, ચીન અને બ્રિટન સહિતનાં અગ્રણી દેશો ભાગ લઇ રહ્યા છે. જો કે પાકિસ્તાન અગાઉ જ આ ઇવેન્ટથી દુર રહેવાની જાહેરાત કરી ચુક્યું છે. વિશાખાપટ્ટનમ વેસ્ટર્ન કમાન્ડનાં કમાન્ડર ઇન ચીફ એડમિરલ સુનીલ લાંબાએ કહ્યું કે આવી ઇવેન્ટ કે જેમાં વોરશિપ હોય ત્યાં આતંકવાદી હૂમલાની શક્યતાઓ તો હોય જ છે. જો કે આ હૂમલાઓને ખાળવા માટે સબમરીનની મદદ લેવાઇ રહી છે. તે ઉપરાંત મજબુત ડિફેન્સ સ્ટ્રક્ચર ઉપયોગમાં લેવાઇ રહ્યું છે. તે ઉપરાંત જવાનો હેવી આર્મ્સ સાથે સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે.
15 વર્ષ બાદ આ ફ્લિટ રિવ્યૂ ભારતમાં થઇ રહ્યો છે. વેસ્ટર્ન કમાન્ડ તેને ઓર્ગેનાઇઝ કરી રહ્યો છે. આ ફ્લિટમાં ભાગ લેનારા દેશોની સંખ્યા 52 ઝે. જેમાં 75થી વધારે વોરશિપ ઇવેન્ટમાં ભાગ લેવાનાં છે. 24 દેશોનાં નેવી ચીફ અને 90 ફોરેન ડેલિગેટ્સ ઇવેન્ટમાં ભાગ લેવા માટે આવ્યા છે. ભારતનાં 100થી વધારે જહાજ અને 60થી વધારે ફાઇટર પ્લેન તેમાં ભાગ લેવાનાં છે. આ આઇએનએસ વિરાટની અંતિમ સફર રહેશે. રિવ્યૂ દરમિયાન દરેક દેશનાં આર્મી ચીફ સમુદ્રની વચ્ચે મેરેથોન બેઠકો યોજશે.
અત્રે નોંધનીય છે કે 1953માં પહેલો વહેલો ફ્લીટ રિવ્યૂ યોજાયો હતો. છેલ્લો ફ્લિટ રિવ્યૂં 2001માં મુંબઇ ખાતે થયો હતો. જેમાં 29 દેશોએ ભાગ લીધો હતો. ભારત સ્વતંત્રતા બાદથી અત્યાર સુધીમાં 10 વખલ ફ્લિટ રિવ્યું કરાવી ચૂક્યું છે. વિશ્વનાં દેશો પોતાની દરિયાઇ તાકાત દર્શાવવા માટે ફ્લિટ રિવ્યૂં કરાવતા હોય છે. એક રીતે કહી શકાય કે દરેક દેશ પોતાનું જળક્ષેત્રે શક્તિ પ્રદર્શન કરવા માટે ફ્લિટ રિવ્યુંનું આયોજન કરતો હોય છે.

You might also like