નાઇજીરિયામાં અપહ્યત યુવાનને છોડાવવામાં સરકારની કામગીરીનાં વખાણ

નવી દિલ્હી : નાઇજીરિયામાં દરિયાઇ લૂંટારૂઓનાં કબ્જામાંથી એક ભારતીય વ્યક્તિને છોડાવવા માટે ભારત સરકાર અને ખાસ કરીને વિદેશ મંત્રાલય તથા સુષ્મા સ્વરાજે ખુબ જ સકારાત્મક રોલ ભજવ્યો હતો. જેનાં પગલે વિપક્ષે પણ આ કામગીરીનાં વખાણ કરવા પડ્યા હતા. સિંગાપોરની એક કંપનીમાં કામ કરતા સંતોષ ભારદ્વાજનું સોમાલિયાનાં ચાંચિયાઓ દ્વારા અપહરણ કરી લેવામાં આવ્યું હતું. જેનાં પગલે તેનાં પરિવારે વિદેશ મંત્રાલયને અરજી કરી હતી.

યુવકનાં પરિવાર દ્વારા અરજી કરવા ઉપરાંત તેની પત્નીએ ખાવા પિવાનું છોડી દીધું હતું. જેથી સુષ્માં સ્વરાજે તેને ટ્વિટ કરીને ઉપવાસ છોડવાની અપીલ કરી હતી. સાથે સાંત્વનાં પણ આપી હતી કે તેમનાં પતિને છોડાવી લાવવા માટે સરકાર તમામ શક્ય પ્રયાસો કરશે. વિદેશ મંત્રાલયની સુજબુઝ અને સુષ્માં સ્વરાજનાં અથાગ પ્રયાસ બાદ અંતે ભારદ્વાજને છોડાવવામાં ભારત સરકારને સફળતા મળી હતી. જેની માહિતી સ્વરાજે ટ્વિટ કરીને આપી હતી.

આ ટ્વિટ કરતાની સાથે જ કેજરીવાલે પણ સુષ્મા સ્વરાજનું અભિવાદન કર્યું હતું. ઉપરાંત અનુપમ ખેર સહિતની હસ્તીઓએ ટ્વિટ કરીને ભારત સરકાર તથા સુષ્મા સ્વારાજ અને તેનાં વિભાગનાં વખાણ કર્યા હતા. સંતોષની પત્નીએ પણ જણાવ્યું કે અમને મંત્રાલય અને સુષ્મા સ્વરાજ તથા મોદી પર વિશ્વાસ હતો. તેથી જ 45 દિવસ સુધી મારા પતિની રાહ જોઇ શકી. હું આજીવન સરકારની આભારી રહીશે. તેમનું રૂણ હું ક્યારે પણ નહી ભુલુ.

You might also like