મારિયા શારાપોવા પર લાગી શકે છે આજીવન પ્રતિબંધ!

પાંચ વાર ગ્રાન્ડ સ્લેમ જીતી ચૂકેલી મારિયા શારાપોવાએ સનસનીખેજ ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું છે કે ઓસ્ટ્રેલિયા ઓપન દરમિયાન તે ડ્રગ ટેસ્ટમાં ફેલ થઇ ગઇ હતી. આ ખુલાસા બાદ 28 વર્ષની શારાપોવા પર એક વર્ષ અથવા તેનાથી વધુ સમયનો પ્રતિબંધલગાવામાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે. ઓસ્ટ્રેલિયાના જાણીતા સ્પોર્ટસ તબીબે જણાવ્યું છે કે શારાપોવા પર પ્રતિબંધિત મેલ્ડોનિયમ દવાના ઉપયોગના કારણે બે વર્ષ સુધીનો પ્રતિબંધલગાવામાં આવી શકે છે. દુનિયાની પૂર્વ નંબર એક ટેનિસ ખેલાડી શારાપોવાએ જણાવ્યું કે તે ડ્રગ ટેસ્ટમાં તે દવાના ઉપયોગના કારણે રીજેક્ટ થઇ હતી. જેનો ઉપયોગ તે સ્વાસ્થ્યના કારણે છેલ્લા 10 વર્ષથી કરે છે.

રશિયાની શારાપોવાએ જણાવ્યું હતું કે તે ડાયાબિટીસ અને લો મેગ્નીશિયમના ઇલાજ માટે ઉપયોગમાં લેવામાં આવતી મેલ્ડોનિયમના કારણે આ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. આ દવાને વર્લ્ડ એન્ટી-ડોપિંગ એજન્સીએ 1 જાન્યુઆરીથી જ બેન કરી દીધી હતી. એક પત્રકાર પરિષદમાં શારાપોવાએ કહ્યું, મને ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન તરફથી એક પત્ર મળ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે હું ઓસ્ટ્રેલિયન ઓપન માટે ડ્રગ ટેસ્ટમાં ફેઇલ થઇ છું, જેની જવાબદારી હું લઉં છું. શારાપોવાએ વિશેષમાં જણાવ્યું હતું કે તે છેલ્લા 10 વર્ષથી ફેમિલી ડોકટરની સલાહ પર મિલ્ડ્રોનેટ નામની દવા લઇ રહી હતી. આ દવાનું એક નામ મેલ્ડોનિયમ પણ છે, જેના અંગે હું કશું જાણતી નથી. ઉલ્લેખનીય છે કે મેલ્ડોનિયમ આ અગાઉ વાડાની પ્રતિબંધિત દવાઓની લિસ્ટમાં શામેલ નહોતી. તેના પર 1 જાન્યુઆરી 2016થી બૈન લગાવામાં આવ્યો છે. તેનો ઉપયોગ હાર્ટ એટેક અને છાતીમાં દુખાવા માટે કરવામાં આવે છે.

You might also like