મારિયા શારાપોવાએ પ્રતિબંધ સામે અપીલ કરી

લંડનઃ રશિયન સુંદરી અને ટેનિસ સ્ટાર મારિયા શારાપોવાએ ગઈ કાલે ટોચની રમત પંચાટ (કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ)માં પોતાના પર બે વર્ષના લગાવાયેલા પ્રતિબંધની સામે અપીલ કરી છે. આ અંગેનો નિર્ણય આગામી મહિને ૧૮ જુલાઈએ રિયો ડિ જાનેરો ઓલિમ્પિક પહેલાં આવી જશે.

પાંચ વારની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન શારાપોવાએ ખેલ પંચાટમાં આંતરરાષ્ટ્રીય ટેનિસ મહાસંઘ (આઇટીએફ) દ્વારા લગાવવામાં આવેલા આ પ્રતિબંધને ઓછો કરવાની અથવા આ નિર્ણયને બદલવા માટે અપીલ દાખલ કરી છે. રશિયા ખેલાડી ગત જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયન ઓપનમાં પ્રતિબંધિત દવા મેલોડોનિયમના સેવનના મામલામાં દોષિત ઠરવાથી તેને બે વર્ષ માટે પ્રતિબંધિત કરી દેવામાં આવી હતી.

આ પ્રતિબંધને કારણે મારિયાની કરિયર સામે પણ પ્રશ્નચિહ્ન લાગી ગયું હતું. આઇટીએફના જણાવ્યા અનુસાર ઓસ્ટ્રેલિયન ઓપન બાદ ૨ ફેબ્રુઆરીએ મોસ્કોમાં કરાયેલા ડોપ ટેસ્ટમાં પણ શારાપોવા નિષ્ફળ રહી હતી. ત્યારે તેણે કહ્યું હતું, ”મને ખબર નહોતી કે વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સીએ મેલોડોનિયમના સેવન પર પ્રતિબંધ મૂકેલો છે.”

You might also like