શહિદ દિન કૂચમાં વિદ્યાર્થીઓને પહેરાવાયા કેસરી ખેસ

અમદાવાદઃ 23મી માર્ચે શહીદ દિન નિમિત્તે પ્રદેશ ભાજપ યુવા મોરચા દ્વારા રાજ્યમાં 10 સ્થળોએ કુચના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના વસ્ત્રાપૂર તળાવ પાસે આવેલા શહીદ ચોક ખાતે કૂચના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના ભાજપના નેતાઓ અને કાર્યકરતાઓ હાજર રહ્યાં હતા. જોકે શહિદ દિનના કાર્યક્રમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર રહ્યાં હતા વિદ્યાર્થીઓ. જેમના ખભા પર કેસરી કલરનો ખેસ પહેરાવામાં આવ્યો હતો.

વસ્ત્રાપુર લેકથી નિકળેલી કૂચ ગુરૂકુળ રોડ થઇ મેમનગર સહિતના વિસ્તારોમાં ફરી હતી. જેની આગેવાની ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડો રૂત્વિજ પટેલે કરી હતી. કાર્યક્રમમાં લવાયેલા શાળા વિદ્યાર્થીઓને કેસરી ખેસ પહેરાવીને બેસાડી દેવાયા હતા.

http://sambhaavnews.com/

You might also like