પ્રિયંકાએ શેર કર્યુ પોતાની મરાઠી ફિલ્મ ‘વેન્ટિલેટર’નું પહેલું ટીઝર

મુંબઇ: અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ પોતાની પહેલી મરાઠી ફિલ્મ વેન્ટિલેટરનું પહેલું ટીઝર રજૂ કર્યું છે. પોતાની પર્પલ પેબ્બલ પિક્ચર્સ પ્રોડક્શન હાઉસથી પ્રોડક્શનમાં પગ મૂકનારી અભિનેત્રી આ ટીઝરને પોતાના પ્રશંસકો સાથે શેર કરવા માટે ટ્વિટર પર મૂકી. પ્રિયંકાએ લખ્યુ, ‘વેન્ટિલેટર ફિલ્મનું પહેલું લુક જાહેર કરવા પર હું ગર્વ અનુભવી રહી છું’. આ પર્પલ પેબ્બલ પિક્ચર્સની પહેલી મરાઠી ફિલ્મ પ્રોડક્શન છે. 4 નવેમ્બરે આ ફિલ્મ રિલીઝ થનાર છે.

આ ફિલ્મમાં આશુતોષ ગોવારિકર લાંબા સમયગાળા બાદ કોઇ પાત્રના રૂપમાં પરત આવી રહ્યા છે. ગોવારિકર 1990ના દશકમાં કેટલીક જાણીતી ફિલ્મોમાં જોવા મળ્યા હતાં. તે શોહરૂખ ખાન સાથેના ટેલીવિઝન શો સર્કસમાં પણ જોવા મલ્યા હતાં.

You might also like