‘મરાઠા ક્રાંતિ’ને કારણે મહારાષ્ટ્રની ફડણવીસ સરકાર પર ભારે દબાણ

મુંબઈઃ મરાઠા સમાજના મૂક ક્રાંતિ અાંદોલનમાં સતત વધતી ભીડે ભાજપ સરકારના હોશ ઉડાડી દીધા છે. સરકાર અાંદોલનકારીઓ સાથે વાતચીત કરવા ઇચ્છે છે, પરંતુ તેને અે ખ્યાલ નથી કે તે કોની સાથે વાત કરે, કેમ કે અાંદોલનનું નેતૃત્વ કરનાર કોઈ પણ ચહેરો સામે અાવી રહ્યો નથી.

બીજી તરફ ભાજપ દિલ્હી હાઈકમાન્ડ ફડણવીસ સરકાર પર દબાણ કરી રહ્યું છે કે તેઅો કોઈ પણ રીતે પરિસ્થિતિને શાંત કરે, નહીં તો ગુજરાત-રાજસ્થાન, હરિયાણાની જેમ ભાજપ શાસિત મહારાષ્ટ્રમાં માહોલ બગડી જશે.  કોપર્ડી બળાત્કારની ઘટના બાદ મરાઠા સમાજના લોકોઅે અા પ્રકારનું મૂક ક્રાંતિ અાંદોલન શરૂ કર્યું છે. સમગ્ર રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી ચાલનારા અા અાંદોલનમાં કોઈ નારાબાજી થતી નથી અને ન તો કોઈ મંચ લગાવાય છે. ભાષણ પણ અપાતાં નથી. અહીં બેનર કે પોસ્ટર લાવવાની પણ અનુમતિ નથી. અાયોજકો જેને જે અાપે છે, અાંદોલનકારીઅો તે લઈને ચાલ્યા જાય છે. લોકો ખૂબ જ અનુશાસિત રીતે કતારબદ્ધ થઈને ચાલે છે.
અંતમાં પહેલાંથી નક્કી કરાયેલા કેટલાક પંસદગીના લોકો જિલ્લા કલેક્ટરને સાહિત્ય અાપે છે અને પોતપોતાના ઘરે ચાલ્યા જાય છે.

મરાઠા સમાજના લોકો તમામ રાજકીય મતભેદ ભૂલીને અા અાંદોલનમાં ભાગ લઈ રહ્યા છે. ગઈ કાલે અહમદનગરના અાંદોલનમાં કોંગ્રેસ નેતા અને વિધાનસભા વિપક્ષના નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલ પણ સામેલ થયા. અા પહેલાં નાંદેડના અાંદોલનમાં પૂર્વ મુખ્યપ્રધાન અશોક ચૌહાણ, અકોલામાં ગૃહ રાજ્યપ્રધાન ડો. રણ‌િજત પાટીલ ઉપરાંત સરકારમાં સામેલ કેટલાય પ્રધાનો પણ અાંદોલનમાં ભાગ લઈ ચૂક્યા છે.

મરાઠા સમાજનું પહેલું અાંદોલન ૯ અોગસ્ટે અૌરંગાબાદમાં થયું હતું, જેને અાશા કરતાં વધુ સફળતા મળી. ત્યારબાદ ઉસ્માનાબાદ, જલગાંવ અને બીડમાં અાંદોલન કરાયું, પરંતુ મીડિયાઅે અા અાંદોલનને મહત્ત્વ ન અાપ્યું. દિલ્હીઅે અાંદોલન પ્રત્યે અાંખ-મોં બંધ કરી દીધાં. રાજ્ય સ્તરે શરદ પવારે અાંદોલનની ખબર લીધી, પરંતુ રાજ્યના અન્ય રાજકીય દળોઅે તેને મહત્ત્વ ન અાપ્યંુ, પરંતુ પરભણી, હિંગોળી, નાંદેડ, જાલના, અકોલી, લાતુર, નવી મુંબઈ, સોલાપુરના અાંદોલનમાં ભેગી થયેલી ભીડે તમામ રાજકીય પક્ષોને ઊભા કરી દીધા.

ગઈ કાલે અહમદનગરમાં યોજાયેલા અાંદોલનની ભીડે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી દીધા. અહમદનગરના દરેક ખૂણામાં અાંદોલનકારીઅો જોવા મળ્યા. અાખું શહેર અાંદોલનકારીઅોથી ભરાઈ ગયું. ગઈ કાલે અાંદોલનમાં અે પરિવાર પણ સામેલ થયો, જેના ઘરની બાળકી સાથે બળાત્કાર થયો હતો. અાંદોલનમાં અાવેલા લોકોઅે કાળાં કપડાં પહેર્યાં હતાં. કેટલાક લોકોના હાથમાં ભગવા ઝંડા હતા. હવે અાજે મરાઠા ક્રાંતિ અાંદોલનનો અાગામી પડાવ નાસિકમાં હશે. ત્યારબાદ ૨૫ સપ્ટેમ્બરે પૂણે, વાસીમ ૨૬ સપ્ટેમ્બરે બુલડાણા અને નંદુરબારમાં અાંદોલન થશે.

You might also like