એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પણ માકડનો ત્રાસઃ બિઝનેસ ક્લાસમાં પણ સમસ્યા

નવી દિલ્હી: આમ તો સામાન્ય રીતે રેલેવેમાં નિય‌િમત સફાઈના અભાવે મચ્છર કે માકડની સમસ્યા જોવા મળતી હોય છે, પરંતુ તાજેતરમાં એર ઈન્ડિયાની ફલાઈટમાં પણ માકડનો ત્રાસ વધી ગયો છે તેવી મુસાફરોની ફરિયાદ છે, જેમાં બિઝનેસ ક્લાસમાં પણ આવી સમસ્યા વધી ગઈ છે તેથી નવાઈની વાત એ ગણી શકાય કે જો વિમાનમાં પણ આવી સમસ્યા હોય તે બાબત ઘણી ચિંતાજનક ગણી શકાય તેમ છે.

આ અંગે મળતી માહિતી અનુસાર ન્યૂયોર્કથી મુંબઈ જતી ફલાઈટમાં માકડની સમસ્યા વધી ગયાની ફરિયાદ સાથે કેટલાક મુસાફરોએ તેમનાં બાળકોને માકડ કરડી ગયાની રજૂઆત પણ કરી છે. આ ઘટના ગત સપ્તાહમાં બની હતી, જેમાં અમેરિકાથી મુંબઈ આવતી ફલાઈટના બિઝનેસ કલાસમાં માકડ હોવાની ફરિયાદ થઈ હતી. આ બાબતે કેટલાક મુસાફરોએ નાગરિક વિમાન પ્રધાન સુરેશ પ્રભુને પણ રજૂઆત કરી છે.

ટ્રેનની ટિકિટ મેક માઈ ટ્રિપથી બુક થઈ શકશે
ટ્રેનમાં યાત્રા માટે હવે મેક માઈ ટ્રિપ, યાત્રા, પેટીએમ અને ક્લિયર ટ્રિપ જેવા પોર્ટલથી ટિકિટ ખરીદો છો તો આ ખબર તમારા માટે છે. આ વેબસાઇટથી ટિકિટ બુક કરાવવી હવે પહેલાંની સરખામણીમાં મોંઘી થશે. ઇન્ડિયન રેલવે એન્ડ કેટરિંગ એન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન (આઈઆરસીટીસી) બીજા પોર્ટલના માધ્યમથી ટિકિટ બુકિંગ કરાવવા પર એક્સ્ટ્રા ચાર્જ લગાવવાનો નિર્ણય કર્યો છે.

આ અંગે આઈઆરસીટીસીએ જણાવ્યું છે કે સર્વિસ પ્રોવાઇડર તરફથી ટિકિટ બુક કરાવવા પર ૧૨ રૂપિયા અને તેના પર ટેક્સ પણ લગાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કેઆઈઆરસીટીસી ઇન્ડિયન રેલવે સહાયક કંપની છે અને કેટરિંગ, ટૂરિઝમ અને ઑનલાઇન ટિકિટિંગ ઑપરેશન હેન્ડલ કરે છે.

આઈઆરસીટીસીના આઈપીઓ આવવા પહેલાં આ પગલું રેવન્યૂ એકત્ર કરવાની રીત તરીકે જોવામાં આવી રહ્યું છે, જોકે IRCTCના આ પગલાથી સર્વિસ પ્રોવાઇડર ખુશ નથી. અત્યાર સુધી IRCTC તરફથી આ વેબસાઇટ્સ પાસેથી વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ લેવામાં આવતો હતો, જેના કારણે ગ્રાહકો પર વધારાનો બોજ પડતો ન હતો, પરંતુ હવે પ્રત્યેક ટિકિટ પર અલગથી ચાર્જ લેવા પર ટિકિટની કિંમતમાં વધારો થશે.

divyesh

Recent Posts

એપલની ત્રણ ટકા કેશબેકવાળી પેમેન્ટકાર્ડ સેવા ઉપરાંત ન્યૂઝ પ્લસ અને સ્ટ્રીમિંગ પણ લોન્ચ

(એજન્સી)કેલિફોર્નિયા: કેલિફોર્નિયા સ્થિત સ્ટીવ જોબ્સ થિયેટરમાં એપલની શો ટાઈમ ઈવેન્ટમાં ગઈ કાલે મોડી રાતે કંપનીએ પેમેન્ટ માટે એપલ-પે, એપલકાર્ડ, એપલ…

1 hour ago

દિલથી હું બહુ બોલ્ડ છુંઃ અદા શર્મા

વર્ષ ૨૦૦૮માં રિલીઝ થયેલી વિક્રમ ભટ્ટની ફિલ્મ '૧૯૨૦'થી અદા શર્માએ કરિયર શરૂ કરી હતી. ફિલ્મ સફળ થઇ છતાં પણ અદાને…

2 hours ago

રામાયણમાં સુંદરકાંડ સૌથી શ્રેષ્ઠ છે….

સુંદરકાંડનો પ્રાદુર્ભાવ લંકામાં થયો છે. લંકા ત્રિકૂટ પર્વત પર આવેલો છે. ત્રિકૂટ એટલે ત્રણ શિખર. જેમાં એક શિખરનું નામ નલ…

2 hours ago

જીતીને હારી ગયેલા અશ્વિને કહ્યુંઃ મેં કંઈ ખોટું નથી કર્યું

(એજન્સી) જયપુર: કિંગ્સ ઈલેવન પંજાબે ગઈ કાલે રાજસ્થાન રોયલ્સની ટીમને IPLની પોતાની પ્રથમ મેચમાં 'વિવાદિત' રીતે ૧૪ રને હરાવી દીધી.…

3 hours ago

પેમેન્ટમાં ડિફોલ્ટ થતાં આરકોમ-જિઓ સ્પેક્ટ્રમ ડીલની DOT દ્વારા તપાસ શરૂ

(એજન્સી)નવી દિલ્હી: અનિલ અંબાણીની કંપનીએ રૂ.૨૧ કરોડના સ્પેક્ટ્રમ પેમેન્ટ પર ડિફોલ્ટ કર્યા બાદ ટેલિકોમ વિભાગ (DOT)એ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCOM) અને…

3 hours ago

US જવા પતિ એરપોર્ટ પર રાહ જોતો રહ્યો, પત્ની પોલીસ સ્ટેશન પહોંચી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક NRI યુવતી તેના પતિની જાણ બહાર તેના પાસપોર્ટ અને અગત્યના ડોક્યુમેન્ટ લઇને…

3 hours ago