માઓવાદીઓના નિશાના પર છે PM મોદી સહિતના બીજેપી નેતા

નવી દિલ્હીઃ પ્રજાસત્તાક દિવસ અને આગામી ચૂંટણી દરમ્યાન માઓવાદીઓના નિશાના પર બીજેપીના નેતાઓ છે. ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળતી માહિતી મુજબ માઓવાદીઓના ફ્રંટ સંગઠનોએ પોતાના નેતૃત્વ સાથે માંગ કરી છે કે પીએમ મોદી, ગૃહમંત્રી રાજનાથ સિંહ અને બીજેપી નેતા અમિત શાહની રેલીઓને ટારગેટ કરવામાં આવે. આ નેતાઓ પાંચ વિધાનસભા રાજ્યોની ચૂંટણીના પ્રચારમાં ભાગ લેશે. કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ આ વાતની જાણકારી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપને આપી છે.

માઓવાદી કેડર ઇચ્છે છે કે તેમને પંજાબ કે યૂપીમાં નિશાન બનાવવામાં આવે. સૂત્રો પ્રમાણે નીચલા સ્તરના માઓવાદીઓ યૂપીમાં વિસ્ફોટ કરી શકે છે. તેના માટે બહારના રાજ્યોના નક્સલિયોની મદદ લેવામાં આવે તેવી શક્યતા છે. માઓવાદીની આંધ્ર પ્રદેશ કમટીએ આ મામલે એક નોટ પણ તૈયાર કરી છે. જેમાં પ્રધાનમંત્રી અને આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુની હત્યાની યોજના તૈયાર કરવામાં આવી છે. નોટમાં નાયડૂ અને તેના પુત્ર પર હુમલાની ધમકી પણ આપવામાં આવી છે.

ગત વર્ષે પણ ઓડિશાના મલકાનગિરીમાં 30 માઓવાદિઓના માર્યા ગયા બાદ માઓવાદીઓએ ઓડિશા, આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં આ રીતના સંદેશ અને ઓડિયો બહાર પાડ્યા હતા. તે સમયે નકસલીઓએ બીજેપી, ટીડીપી અને બીજેડીના નેતાઓ પર હુમલો કરવાની ધમકી આપી હતી.

http://sambhaavnews.com/

You might also like