માઓવાદી પાર્ટી પ્રમુખ પ્રચંડ ફરીથી વડાપ્રધાન તરીકે ચૂંટાયા

કાઠમંડુ : માઓવાદી નેતા પુષ્પકમલ દહલ ઉર્ફે પ્રચંડ બુધવારે નેપાળનાં નવા વડાપ્રધાન તરીકે ફરીથી ચુંટાણ આવ્યા હતા. સંસદમાં થયેલ નવા મતદાન બાદ સંસદ દ્વારા તેમનાં નામ પર મંજુરીની મહોર મારી હતી. બ્રચંડ આ સાથે બીજીવાર વડાપ્રધાન બની ચુક્યા છે. વડાપ્રધાન મોદીએ પ્રચંડની નવી ભુમિકા માટે તેમને શુભકામનાઓ પાઠવી હતી.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે નવુ સંવિધાન લાગુ થયા બાદ રાજનીતીક અસ્થિરમાંથી પસાર થઇ રહેલ નેપાળમાં પ્રચંડ વડાપ્રધાન બન્યા બાદ સ્થિરતા આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન પદ માટે પ્રચંડ એકમાત્ર ઉમેદવાર હતા. પરંતુ તેમ છતા તેમણે વોટિંગમાંથી પસાર થવું પડ્યું હતું. એવું માત્ર એટલા માટે થયું કારણ કે દેશના નવા સંવિધાન અનુસાર વડાપ્રધાને સદનમાં પોતાની બહુમતી સાબિત રકવી પડે છે.

પ્રચંડ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ – માઓવાદી (CPN-M)નાં ચેરમેન છે. વડાપ્રધાન પદ માટે થયેલા મતદાન દરમિયાન તેમનાં પક્ષમાં 363 અને વિપક્ષમાં 210 મત્ત પડ્યા હતા. કુલ 595 સાંસદોમાંથી 22એ મતદાનમાં ભાગ લીધો નહોતો. ચુંટણી પહેલાથી જ પ્રચંડે કહ્યું હતું કે તે દેશને આર્થિક વિકાસનાં રસ્તે લઇ જવાનો પ્રયાસ કરશે.

પ્રચંડ આમ બીજી વખત અને આમ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે. અગાઉ તેઓ 2008 થી 2009 દરમિયાન પણ વડાપ્રધાન હતા. જો કે ત્યારે આર્મી ચીફને હટાવવાનો તેમનો નિર્ણય વિવાદિત રહ્યો હતો. જેનાં કારણે તેમણે પોતાનું પદ ગુમાવવું પડ્યું હતું. જ્યારે આ વખતે વડાપ્રધાન બન્યા બાદ નવુ સંવિધાન લાગુ થતા ઔપચારિક બહુમતી સાબિત કરવી પડી હતી.

You might also like