પતિના મોત બાદ કૂલી તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતાં મંજુદેવી

જયપુર: મંજુદેવી દેશનાં પહેલાં એવાં મહિલા છે કે જેઓ જયપુર રેલવે સ્ટેશનમાં કૂલી તરીકે કામ કરે છે. તે પોતાનાં ત્રણ બાળકોનાં એક પરિવારમાં કમાણીનો એકમાત્ર સ્ત્રોત છે. અન્ય કૂલીઓની જેમ તે પણ સ્ટેશન પર ટ્રેનની રાહ જોતા હોય છે. મંજુદેવીના પતિનું મૃત્યુ ૧૦ વર્ષ પહેલાં થયું હતું.

પરિવારની લડાઈ અને માનસિક તાણ વચ્ચે તેમની માતાએ તેમની હિંમત વધારી, અને પછી મંજુદેવીએ પોતાના મૃતક પતિ મહાદેવનું કૂલી લાઈસન્સ નંબર ૧૫ મેળવ્યું હતું.

અધિકારીઓએ મંજુદેવીને જણાવ્યું કે, જયપુર રેલવે સ્ટેશનમાં કોઈ મહિલા કૂલી નથી, જેના કારણે કદાચ તેમણે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તો પણ મંજુદેવીએ પોતાની જીદ ન છોડી અને આખરે તેમને બેજ નંબર આપવામાં આવ્યો. ધીરે ધીરે મંજુદેવીને નોકરીની હકીકત સમજાવા લાગી. મંજુદેવીને પોતાનો યુનિફોર્મ તૈયાર કરવામાં પડકારનો સામનો કરવો પડ્યો. મંજુદેવી લાલ કૂરતો અને કાળી સલવારમાં પેસેન્જર્સનો સામાન ઉઠાવે છે.

ઉલ્લેખનીય છે કે મંજુદેવી તે ૧૧૨ મહિલામાંથી એક હતાં જેમને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સન્માનિત કરાયાં હતાં. અન્ય ૯૦ મહિલા સાથે મંજૂ દેવી પણ ૨૦ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા.

રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે તે દેવીના જીવનની સ્ટોરી સાંભળીને ભાવુક થઈ ગયા હતા. દેવી કહે છે કે, મારું વજન ૩૦ કિલોગ્રામ છે અને મેં પેસેન્જર્સનું ૩૦ કિલો લગેજ ઉઠાવ્યું છે પરંતુ બાળકોનું પેટ ભરવાના બોજની આગળ તે કંઈ નથી.

You might also like