જાટ આંદોલનના પગલે મુંબઇ દિલ્હી વચ્ચેની અઢાર ટ્રેનો રદ

વડોદરા : હરિયાણામાં જાટ આંદોલનના કારણે મુંબઇ દિલ્હી વચ્ચેની અંદાજે અઢાર-જેટલી ટ્રેનોને રદ કરવામાં આવી છે. જ્યારે, પંદર જેટલી ટ્રેનો અંશત રદ કરાઇ છે અને પાંચ ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે.

આ ટ્રેનોમાં બાન્દ્રા-જમ્મુતાવી (બે ટ્રોનો), બાન્દ્રા- દિલ્હી, બાન્દ્રા- ચંદીગઢ, અમૃતસર- બાન્દ્રા, (૨૦-૨૧ ફેબ્રુ.), શ્રીમાતા વૈષ્ણોદેવી, કટરા- બાન્દ્રા, ચોચુવેલી- ચંદીગઢ, ચંદીગઢ- મઢગાંવ, જમ્મુતાવી- ઇન્દોર, દિલ્હી- બાન્દ્રા, મડગાંવ- ચંદીગઢ, શ્રીમાતા વૈષ્ણોદેવી- કટરા-જામનગર, જામનગર- શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા, ફિરોજપુર- મુંબઇ, અમદાવાદ- નવી દિલ્હી, ચંદીગઢ- બાન્દ્રા રદ કરાઇ છે.

રેલવે સૂત્રોએ જણાવ્યું હતું કે, હરિયાણામાં જાટ આંદોલનને કારણે આજે શનિવારે મુંબઇથી વાયા વડોદરા જતી ફિરોજપુર જનતા એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. ઉક્ત ટ્રેન જાટ આંદોલનથી પ્રભાવિત સાંપલા, ખારવાર અને ગોહાના વિસ્તારમાંથી પસાર થાય છે. જેથી રદ કરવાનો રેલવે વિભાગે નિર્ણય લીધા છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ જાટ આંદોલનમાં ટ્રેન રોકવામાં આવી હતી. તેમજ રેલવે ટ્રેકને નુકસાન કરવામાં આવ્યું હતું. જેથી સુરક્ષા કારણોસર આ ટ્રેન રદ કરવામાં આવી છે. ટ્રેન રદ થવાને કારણે વડોદરાથી હરિયાણા તરફ જતાં મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે. અગાઉથી ટિકિટ બુક કરાવેલ મુસાફરોને રિફંડ ચુકવાશે.

You might also like